IPL 2023 RCB vs CSK: યલો જર્સીએ મારી બાજી, ચેન્નાઇની 8 રને જીત

IPLમાં આજે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો થયો હતો. કોહલીની વિકેટ ગુમાવ્યા બાદ બેંગલોરે દબાણ મહેસુસ કર્યું ન હતુ. બેંગલોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે તાબડતોડ શરૂઆત કરી હતી. 15 ઓવર બાદ ચેન્નાઇ સુપર કિંગ્સે કમબેક કર્યું હતુ. ચેન્નાઇએ બેંગલોરને 118 રન પર રોક્યું હતુ.

IPL 2023

આરસીબીને 20 ઓવરમાં 127 રન બનાવવાનુ લક્ષ્ય મળ્યુ હતુ. જેના જવાબમાં આસીબીએ 218 રન બનાવ્યા હતા. આ સાથે બેંગલોરની હાર થઇ હતી. આરસીબીના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે 36 બોલમાં 76 રન તથા ફાફ ડુપ્લેસિસે 33 બોલમાં 62 રન બનાવ્યા હતા.

સીએસકેના બોલર તુષાર દેશપાંડેએ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મથિશા પથિરાણાએ 2 વિકેટ ઝડપી હતી.

ચેન્નાઇ તરફથી બેટીંગ કરતા ઋતુરાજ ગાયકવાડે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ડ્વેન કોન્વેએ બાજી સંભાળી હતી. કોન્વેએ 45 બોલમાં 6 સિક્સ અને 6 ફોરની મદદથી 83 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અજિંક્ય રહાણેએ 37 રન તથા શિવમ દુબેએ 27 બોલમાં 52 રન બનાવ્યા હતા.

આરસીબી પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), મહિપાલ લોમર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (ડબ્લ્યુ), હર્ષલ પટેલ, વાનિંદુ હસરંગા, વેઈન પાર્નેલ, વિજયકુમાર વૈશાક, મોહમ્મદ સિરાજ.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), મતિશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષણા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X