IPL 2023 RCB vs RR: હર્ષલ પટેલની 3 વિકેટ, બેંગલોરની રોમાંચક જીત
આઇપીએલ 2023ની 32મી મેચ રમાઇ રહી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 9 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 6 વિકેટ ગુમાવી 182 રન બનાવી શક્યું હતુ. આ સાથે બેંગલોરની 7 રને જીત થઇ હતી.

રાજસ્થાન તરફથી બેટિંગ કરતા યસસ્વિ જયસ્વાલે 47 રન, દેવદત્ત પડિક્કલે 52 રન તથા ધ્રુવ જુરેલે 34 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કેપ્ટન સંજુ સેનસન માત્ર 22 રન જ બનાવી શક્યો હતો.
ઇનિંગના પ્રથમ બોલ પર જ ટ્રેન્ટ બોલ્ટે વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. શરૂઆતમાં જ 2 વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે બાજી સંભાળી હતી. ડુ પ્લેસિસે 39 બોલમાં 62 રન તથા ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 77 રન બનાવ્યા હતા.
બેંગલોરના બેટંસમેનો બાદ બોલરોએ પણ કમાલ કરી હતી. હર્ષલ પટેલે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મોહમ્મદ સિરાજે 1 વિકેટ તથા ડેવિડ વિલીએ 1 વિકેટ ઝડપી હતી.
આરસીબીની પ્લેઇંગ 11 - વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વાનિંદુ હસરંગા, સુયશ પ્રભુદેસાઈ, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ
રાજસ્થાનની પ્લેઇંગ 11 - જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ












Click it and Unblock the Notifications
