IPL 2023 Schedule: આ તારીખથી શરૂ થશે આઇપીએલનો રોમાંચ, જાણો કોની કોની વચ્ચે રમાશે પ્રથમ મેચ
BCCI દ્વારા IPLનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અહીં તમને સંપૂર્ણ સમયપત્રક અને વિશેષ તારીખો વિશે માહિતી મળશે.
IPL 2023નું સંપૂર્ણ શિડ્યુલ સામે આવી ગયું છે. આજે એટલે કે 17 ફેબ્રુઆરી શુક્રવારના રોજ સવારે સમાચાર આવ્યા કે IPLનું શેડ્યૂલ આવવાનું છે, તેના માટે તમામ ક્રિકેટ ચાહકોની નજર તેના પર હતી. આ પછી, બ્રોડકાસ્ટર દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ IPL શેડ્યૂલનું જીવંત પ્રસારણ કરશે. હવે સંપૂર્ણ શિડ્યુલ પરથી પડદો હટાવી દેવામાં આવ્યો છે. IPLની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની છેલ્લી મેચ 22 માર્ચે રમાશે, એટલે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને આઈપીએલ રમી રહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને લગભગ આઠ દિવસનો બ્રેક મળશે અને તે પછી આઈપીએલ શરૂ થશે.

બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ એટલે કે હાર્દિક પંડ્યાની ટીમ અને એમએસ ધોનીની કપ્તાનીવાળી CSK વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદમાં રમાશે.
IPLની 16મી સિઝન માટે વિશ્વ તૈયાર
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ગણાતી IPLની આ 16મી સિઝન હશે. અગાઉ જ્યારે IPL 2022 રમાઈ હતી, ત્યારે મેચ સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે ફાઇનલ જીતીને પ્રથમ વખત ટ્રોફી કબજે કરી હતી. IPL 2022માં બે નવી ટીમોનો પ્રવેશ થયો છે. જેમના નામ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ જાયન્ટ્સ છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પણ પ્લેઓફ સુધી ગઈ હતી, પરંતુ તે પછી આગળ વધી શકી નહોતી, પરંતુ ગુજરાતની ટીમે ટાઈટલ જીત્યું હતું. આ વખતે પણ આઈપીએલમાં દસ ટીમો ભાગ લઈ રહી છે. બીસીસીઆઈએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ વખતે આઈપીએલ જૂના ફોર્મેટ પર થશે એટલે કે દરેક ટીમ પોતાના ઘરે એક મેચ રમશે અને બીજી મેચ વિરોધી ટીમના ઘરે જ જઇને રમવી પડશે.

અહીં જોઇ શકશો IPL લાઇવ
આઈપીએલના લાઈવ ટેલિકાસ્ટની વાત કરીએ તો આ વખતે ડિજિટલ અને ટીવી રાઈટ્સ અલગ-અલગ આપવામાં આવ્યા છે. આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. તમે મોબાઈલ પર એટલે કે Jio સિનેમા પર ડિજિટલ પ્લેટફોર્મ પર IPLનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો, કારણ કે તેના અધિકારો Viacom18ને આપવામાં આવ્યા છે. બીજી બાજુ, જો તમે ટીવી પર મેચની મજા માણવા માંગતા હો, તો તમે તેને સ્ટાર સ્પોર્ટ્સ પર જોઈ શકો છો, જ્યાં તમે તેને છેલ્લા પાંચ વર્ષથી જોઈ રહ્યા હતા. દરમિયાન, આઈપીએલ શરૂ થવામાં હવે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તેથી જ ટૂંક સમયમાં ક્રિકેટ ચાહકો તેના પર આકર્ષિત થવાના છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
