IPL 2023 SRH vs MI: જીતની હેટ્રિક લગાવશે હૈદરાબાદ કે મુંબઇ પડશે ભારે? જાણો બન્નેની પ્લેઇંગ 11
IPLની 16મી સિઝનની 25મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. MI અને SRH વચ્ચે પાંચમી મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સૂર્યકુમાર યાદવ ફોર્મમાં પરત ફર્યા બાદ મુંબઈ જીતની હેટ્રિક સાથે તેમનું વિજયી અભિયાન ચાલુ રાખવાની આશા રાખશે.
બીજી તરફ સનરાઈઝર્સે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચો જીતીને કમબેક કર્યું હતું. ચાલો જાણીએ આજે પ્લેઈંગ ઈલેવનમાં કયા ખેલાડીઓ સ્થાન મેળવી શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે તેની છેલ્લી મેચમાં KKRને 23 રને હરાવ્યું હતું. હૈદરાબાદની બેટિંગમાં અત્યારે કોઈ બ્રેક નથી, એક તરફ જ્યાં હેરી બ્રુકે KKR સામેની છેલ્લી મેચમાં ટીમ માટે શાનદાર સદી ફટકારી હતી, તો બીજી તરફ કેપ્ટન એડન માર્કરામે પણ શાનદાર અડધી સદી પૂરી કરી હતી. આશા છે કે આજની મેચમાં હૈદરાબાદની ટીમ પોતાની બોલિંગમાં ચોક્કસ ફેરફાર કરી શકે છે.
સૂર્યકુમાર યાદવના ફોર્મમાં પરત ફર્યા બાદ મુંબઈની ટીમ બેટિંગમાં સંતુલિત દેખાઈ રહી છે, પરંતુ બોલિંગમાં ચોક્કસ ફેરફાર થઈ શકે છે. સૂર્યકુમાર અને ઈશાન કિશનની ઝડપી બેટિંગના આધારે ટીમે છેલ્લી મેચમાં જોરદાર વિજય મેળવ્યો હતો. આ સિવાય નીચલા ક્રમમાં તિલક વર્મા અને ટિમ ડેવિડનો પણ સારો સપોર્ટ મળી રહ્યો છે. કેમેરોન ગ્રીને પણ ટીમ માટે સારું યોગદાન આપ્યું છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ 11: એડન માર્કરામ (c), હેનરિક ક્લાસેન (wk), હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, અભિષેક શર્મા, માર્કો જેન્સેન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ઉમરાન મલિક, ટી નટરાજન.
મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઇંગ 11: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (wc), કેમરોન ગ્રીન, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, અર્જુન તેંડુલકર, જોફ્રા આર્ચર, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, ડુઆન જેન્સન.












Click it and Unblock the Notifications
