Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2023 LSG vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બેટીંગ કરવાનો લીધો નિર્ણય

આઈપીએલમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે ટક્કર માટે તૈયાર છે. આઇપીએલ 2023ની 10મી મેચ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે લખનૌ-હૈદરાબાદ વચ્ચે રમાશે. આ LSG ટીમનું હોમ ગ્રાઉન્ડ પણ છે. હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે.

IPL 2023

કેએલ રાહુલની ટીમ ફરી એકવાર જીતના પાટા પર આવવા ઈચ્છશે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પણ ઘણી મજબૂત છે અને તેઓ પણ પ્રથમ મેચમાં હાર બાદ પુનરાગમન કરવા ઈચ્છશે. લખનૌ સુપરજાયન્ટ્સ પાસે ક્વિન્ટન ડી કોક હાજર હશે, તેથી તે જોવાનું રહેશે કે કાયલ મેયર્સ ઓપનિંગમાં કેએલ રાહુલ સાથે જોડાશે કે નહીં. મેયર્સ આઈપીએલમાં અત્યાર સુધીમાં બે વિસ્ફોટક અડધી સદી રમી ચુક્યો છે, તેથી તેને ટીમમાંથી બહાર કરવો મુશ્કેલ બનશે.

કેએલ રાહુલની કપ્તાનીવાળી લખનૌ સુપર જાયન્ટ્સને છેલ્લી મેચમાં ચેન્નાઈના હાથે 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામેની તેમની પ્રથમ મેચ 50 રને જીતી હતી. આવી સ્થિતિમાં ટીમનો પ્રયાસ જીતના પાટા પર પરત ફરવાનો રહેશે. આ બંને ટીમો અત્યાર સુધી માત્ર એક જ વાર આમને-સામને આવી છે, જેમાં લખનૌએ સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રને હરાવ્યું હતું.

લખનૌ સુપર જાયન્ટ્સ (સંભવિત પ્લેઇંગ 11): કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કુણાલ પંડ્યા, અમિત મિશ્રા, યશ ઠાકુર, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ.

સનરાઇઝર્સ હૈદરાબાદ (સંભવિત પ્લેઇંગ 11): મયંક અગ્રવાલ, અનમોલપ્રીત સિંહ (wk), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ (c), હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક, આદિલ રશીદ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X