IPL 2023: બુમરાહથી લઇ પંત સુધીના રિપ્લેસમેન્ટની ટીમોએ કરી જાહેરાત, લિસ્ટમાં મોટા નામ પણ શામેલ

હવે IPL 2023 શરૂ થવામાં થોડા કલાકો બાકી છે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમો પ્રથમ મેચમાં એકબીજાને ટક્કર આપવા માટે તૈયાર છે. હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોની બંને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. આ સિઝનમાં ઘણા ખેલાડીઓની ઈજાના કારણે ટીમોને પણ ઘણું નુકસાન થયું છે. આ સિઝનમાં દિલ્હી અને મુંબઈ જેવી ટીમોને મોટી હારનો સામનો કરવો પડી શકે છે.

મુંબઈને બુમરાહનું રિપ્લેસમેન્ટ મળ્યું

મુંબઈને બુમરાહનું રિપ્લેસમેન્ટ મળ્યું

મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ નથી. આ જ કારણ છે કે તે IPL 2023માંથી બહાર છે. મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રિત બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર સંદીપ વૉરિયરને ટીમમાં સામેલ કર્યો છે. RCB અને KKR માટે IPL રમનાર સંદીપ વૉરિયર આ સિઝનમાં મુંબઈને ધમાલ કરતો જોવા મળશે. સંદીપ વોરિયરે ઘરેલુ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે.

અભિષેક દિલ્હીમાં જોડાયો

દિલ્હી કેપિટલ્સ આ સિઝનમાં તેમના નિયમિત કેપ્ટન રિષભ પંતની ખોટ અનુભવી શકે છે. દિલ્હી કેપિટલ્સે રિષભ પંતના સ્થાને બંગાળના વિકેટ-કીપર બેટ્સમેન અભિષેક પોરેલને ટીમમાં સામેલ કર્યો છે. પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અભિષેકને વિકેટકીપરના ટ્રાયલમાં પસંદ કરવાનું કામ દિલ્હીના કોચ રિકી પોન્ટિંગે કર્યું છે. 5 થી 6 દિવસની ટ્રાયલ બાદ દિલ્હીની ટીમે અભિષેક પોરેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

IPL 2023 માટે રિપ્લેસમેન્ટ પ્લેયર્સની યાદી

IPL 2023 માટે રિપ્લેસમેન્ટ પ્લેયર્સની યાદી

  • RCBમાં વિલ જેક્સની જગ્યાએ બ્રેસવેલ
  • ચેન્નાઈમાં જેમિસનની જગ્યાએ માગલાને તક
  • પંજાબમાં બેયરસ્ટોની જગ્યાએ મેથ્યુ શોર્ટ
  • રાજસ્થાનમાં સંદીપ શર્માએ પ્રસિદ્ધ કૃષ્ણનુ સ્થાન લીધું
  • ચેન્નાઈમાં મુકેશ ચૌધરીના સ્થાને આકાશ સિંહ
  • મુંબઈમાં બુમરાહની જગ્યાએ સંદીપ વોરિયર
  • દિલ્હીમાં પંતના સ્થાને અભિષેક પોરેલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X