IPL 2023: આજે કોની વચ્ચે અને ક્યાં રમાશે આઈપીએલ મેચ - KKR vs SRH

IPL 2023: આજની આઈપીએલ મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે છે. કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાનાર આ મેચમાં રાઈડર્સની નજર આઈપીએલમાં જીતની હેટ્રિક પર રહેશે.

KKRની તોફાની બેટિંગ કરનાર રિંકુ સિંહના આગમનથી ટીમની અંદર નવો ઉત્સાહ છે. મેચ ભલે ગમે તે જીતે પરંતુ તે ખૂબ જ રસપ્રદ બનવાની છે.

IPL

આજની મેચમાં કેપ્ટન એડન માર્કરામની આગેવાની હેઠળની સનરાઈઝર્સ ટીમ હેરી બ્રુક, મયંક અગ્રવાલ અને હેનરિક ક્લાસેનની હાજરીમાં મેચ જીતવાના તમામ પ્રયાસો કરશે. હૈદરાબાદ અને કોલકાતાની ટીમ વચ્ચે આઈપીએલમાં કુલ 23 મેચ રમાઈ છે, જેમાંથી કોલકાતાએ 15 મેચ જીતી છે અને હૈદરાબાદને 8 મેચ જીતવાની તક મળી છે.

કોલકાતાની ટીમે અત્યાર સુધી ત્રણમાંથી બે મેચ જીતી છે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પણ પોતાની પ્રથમ બે મેચ હાર્યા બાદ ત્રીજી મેચમાં પ્રથમ મેચ જીતી છે. બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ આજે 14મી એપ્રિલે આઈપીએલ 2023ની 19મી મેચમાં 2016ની ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદની યજમાની કરશે.

પંજાબ કિંગ્સ સામે પ્રથમ મેચ હાર્યા બાદ KKR સારી સ્થિતિમાં છે. પહેલા તેમણે ઘરઆંગણે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યુ અને પછી રિંકુ સિંહની ધમાકેદાર બેટિંગના જોરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને હરાવ્યુ.

ઓરેન્જ આર્મી તેમની પ્રથમ બે મેચ હારી ગઈ હતી - પ્રથમ રાજસ્થાન રૉયલ્સ સામે અને પછી લખનઉ સુપર જાયન્ટ્સ સામે, પરંતુ ઘરઆંગણે પંજાબ કિંગ્સ સામે મજબૂત વાપસી કરી હતી. બંને ટીમો જીતનો સિલસિલો ચાલુ રાખવા માંગે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ

નીતિશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉદી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રૉય, રિંકુ સિંહ, નારાયણ જગદીસન, વૈભવ અરોરા, સુયશ શર્મા, ડેવિડ વાઈસ, કુલવંત ખેજરોલિયા, મનદીપ સિંહ, લિટન દાસ, જેસન રૉય.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ

એડન માર્કરામ (કેપ્ટન), અબ્દુલ સમદ, ઉમરાન મલિક, વોશિંગ્ટન સુંદર, રાહુલ ત્રિપાઠી, અભિષેક શર્મા, કાર્તિક ત્યાગી, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, એડન માર્કરમ, માર્કો જોન્સન, ગ્લેન ફિલિપ્સ, ફઝલહક ફારૂકી, હેરી બ્રુક મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, આદિલ રશીદ, મયંક માર્કંડે, વિવંત શર્મા, સમર્થ વ્યાસ, સનવીર સિંહ, ઉપેન્દ્ર સિંહ યાદવ, મયંક ડાગર, નીતિશ કુમાર રેડ્ડી, અકીલ હુસેન, અનમોલપ્રીત સિંહ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X