IPL 2023: વિરાટ કોહલીને કેમ કરાયો દંડ? કારણ આવ્યુ સામે
IPLમાં આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઘણા ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. આ એપિસોડમાં વિરાટ કોહલીનું નામ પણ સામેલ થયું છે. સોમવારે RCB અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કોહલી પર દંડ ફટકારવામાં આવ્યો છે.
વિરાટ કોહલીને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. RCBના બેટ્સમેન વિરાટ કોહલીને ચેન્નાઈ સામે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

વિરાટ કોહલી પર દંડ આ દંડ IPLની કલમ 2.2ના લેવલ 1નો ભંગ કરવા બદલ લગાવવામાં આવ્યો છે. જો કે, દંડ લાદવા માટે જારી કરાયેલા પ્રકાશનમાં ચોક્કસ કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોઈપણ કારણનો ઉલ્લેખ ન કરવાને કારણે, ચાહકો પણ વધુ વિગતો જાણવા માંગતા હતા.
વાસ્તવમાં કોહલીએ બાઉન્ડ્રી લાઇન પર આક્રમક રીતે ઉજવણી કરી હતી. ચેન્નાઈનો બેટ્સમેન શિવમ દુબે તોફાની રીતે રમતા મોહમ્મદ સિરાજના હાથે બાઉન્ડ્રી લાઈન પર કેચ આઉટ થયો હતો. સિરાજ કેચ લઈને ઉભો થયો હતો પરંતુ કોહલીએ આક્રમક અંદાજ બતાવ્યો હતો. તેના મોઢામાંથી ખરાબ શબ્દો પણ નીકળ્યા હતા.
Virat Kohli celebrations after Shivam Dube's wicket.#RCBvsCSK
— runmachinevirat (@runmachinevi143) April 17, 2023
pic.twitter.com/Ci2crzN1WJ
વિરાટ કોહલીની ઉજવણી કરવાની શૈલી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જોકે આરસીબી માટે શિવમ દુબેને આઉટ કરવો જરૂરી હતો. મહત્વપૂર્ણ વિકેટ પડવાના કારણે વિરાટ કોહલી પોતાને સેલિબ્રેશન કરતા રોકી શક્યો ન હતો.
RCBને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે RCB ટીમને 8 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 6 વિકેટે 226 રન બનાવ્યા હતા. વળતી ઇનિંગ્સમાં રમતા આરસીબીની ટીમ 8 વિકેટે 218 રન જ બનાવી શકી હતી. આરસીબીને આ સિઝનમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
