IPL 2024 : આઈપીએલમાં છવાઈ વધુ એક મિસ્ટ્રી ગર્લ, જાણો કેમ વાયરલ થઈ રહી છે?
આઈપીએલની શરૂઆતથી જ મેદાન પરથી ઘણી મિસ્ટ્રી ગર્લ વાયરલ થઈ છે. હવે હૈદરાબાદના મુકાબલા દરમિયાન વધુ એક મિસ્ટ્રી ગર્લ સોશિયલ મીડિયા પર છવાઈ છે.
IPL મેચ દરમિયાન કેમેરામેનની નજર ખેલાડીઓ કરતાં વધુ મિસ્ટ્રી ગર્લ પર કેન્દ્રિત રહે છે. મેચ જોવા આવતી સુંદર યુવતીઓ મિસ્ટ્રી ગર્લ્સના નામથી ફેમસ થઈ જાય છે.

આ જ કારણ છે કે મેચ દરમિયાન તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં જ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એક સુંદર સુંદરીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
IPLની સિઝન આવતાની સાથે જ કેટલીક મિસ્ટ્રી ગર્લ ફેન્સને દિવાના બનાવી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન અચાનક મોટી સ્ક્રીન પર એક મિસ્ટ્રી ગર્લની તસવીર જોવા મળી. આ જોઈને બધા તેના વિશે જાણવાની કોશિશ કરવા લાગ્યા.
થોડી જ વારમાં આ આ મિસ્ટ્રી ગર્લની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા. કેટલાક લોકોએ તેને ઓળખી લીધી. પરંતુ લોકોનો એક મોટો વર્ગ એવો છે જેઓ આ મિસ્ટ્રી ગર્લ વિશે જાણતા નથી.
તમને જણાવી દઈએ કે, આ મિસ્ટ્રી ગર્લ અભિનેત્રી અન્વેશી જૈન ચેન્નાઈ સુપર કિંગ્સને સપોર્ટ કરવા મેદાન પર પહોંચી હતી. જે વ્યવસાયે અભિનેત્રી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સને સપોર્ટ કરતી અન્વેષી જૈને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને લાખો લોકો તેને ફોલો કરે છે.
અન્વેશી જૈને અલ્ટ બાલાજીની વેબ સિરીઝ ગંદી બાતમાં કામ કર્યું હતું. જે બાદ તે લાઇમલાઇટમાં આવી હતી. તેની તસવીરો અવારનવાર ચાહકોમાં વાયરલ થતી રહે છે.












Click it and Unblock the Notifications
