IPL 2024: ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમમાં ફેરફાર, આ ખેલાડીની એન્ટ્રી
IPL 2024: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 સિઝન માટે રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઇટન્સની ટીમમાં એક-એક ફેરફાર જોવા મળ્યો છે. ગુજરાત ટાઇટન્સ દ્વારા ઇજાના કારણે બહાર થયેલા વિકેટકિપર અને બેટ્સમેન રોબિન મિંઝના રિપ્લેસમેન્ટના રૂપમાં બીઆર શરથને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આવી જ રીતે રાજસ્થાન રોયલે સ્પિનરએડમ ઝમ્પાના સ્થાને તનુષ કોટિયનને ટીમમાં સામેલ કર્યો છે. એડમ ઝમ્પાએ અંગત કારણોસર IPL 2024માંથી ખસી ગયો છે.

બીઆર શરથ એક વિકેટ-કીપર બેટ્સમેન છે, જે સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે, IPL એ શુક્રવારના રોજ જાહેરાત કરી હતી.
અત્યાર સુધીમાં, તેણે 28 T20 મેચો સિવાય 20 ફર્સ્ટ ક્લાસ મેચ અને 43 લિસ્ટ A મેચ રમી છે, અને તેના નામે 328 T20 રન છે. તે તેની બેઇઝ કિંમત રૂપિયા 20 લાખ માટે ગુજરાત ટાઇટન્સમાં જોડાશે.
ઓલરાઉન્ડર તનુષ કોટિયાને તાજેતરમાં જ મુંબઈના 42મા રણજી ટ્રોફી ખિતાબમાં યોગદાન આપ્યું હતું. તે 20 લાખ રૂપિયાની બેઇઝ કિંમતે રાજસ્થાન રોયલ્સમાં જોડાયો હતો. તેણે 23 T20, 26 ફર્સ્ટ ક્લાસ અને 19 લિસ્ટ A મેચમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આઈપીએલ 2024ની સિઝન આજથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે.












Click it and Unblock the Notifications
