IPL 2024 : ક્વોલિફાયર રમ્યા વગર ફાઈનલમાં પહોંચી શકે છે KKR, જાણો કેવી રીતે?
21 જૂનથી આઈપીએલ પ્લેઓફ મુકાબલા શરૂ થવા જઈ રહ્યા છે. આ મુકાબલામાં ક્વોલિફાયર 1 મુકાબલો કોલકત્તા અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ મુકાબલા દરમિયાન જો વરસાદ આવશે અને મુકાબલો રદ્દ થશે તો કોલકત્તા સીધી ફાઈનલમાં પહોંચી જશે.

પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 21 મેના રોજ રમાશે. બંને ટીમો વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 અને એલિમિનેટર મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. ફાઈનલ મેચ માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. IPL 2024ની ફાઈનલ મેચ 26 મે રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
જો વરસાદ ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 અને એલિમિનેટર મેચોમાં વિક્ષેપ પાડે તો ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ રમાશે. જો પાંચ ઓવરની મેચ શક્ય ન હોય તો મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. જો એવી સ્થિતિ ઉભી થાય કે સુપર ઓવર પણ ન થઈ શકે, તો પોઈન્ટ ટેબલમાં સ્થાન/રેન્કિંગના આધારે નિર્ણય લેવામાં આવશે.
જો કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરેજર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ક્વોલિફાયર મેચ વરસાદને કારણે રદ થઈ જાય છે અને સુપર ઓવરની સ્થિતિ સર્જાઈ શકતી નથી તો પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાને કારણે KKRની ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે.
હૈદરાબાદે બીજી ક્વોલિફાયર મેચ રમવી પડશે. લીગ તબક્કાના અંત સુધી KKR પ્રથમ સ્થાને છે, સનરાજર્સ હૈદરાબાદ બીજા સ્થાને છે, રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા સ્થાને છે.












Click it and Unblock the Notifications
