IPL 2024 Playoffs Reserve Day: વરસાદને કારણે મેચ ધોવાઈ જશે, તો કઈ ટીમ ફાઇનલમાં જશે?
IPL 2024 Playoffs Reserve Day: IPL 2024ની કેટલીક લીગ મેચોમાં વરસાદના કારણે વિક્ષેપ સર્જાયો છે. ત્રણ મેચ વરસાદથી ધોવાઇ ગઈ હતી. હવે મામલો પ્લેઓફ તરફ આવી ગયો છે. અહીં વરસાદની સ્થિતિમાં શું કરવામાં આવશે, તે મહત્ત્વની બાબત છે. ચાહકોને પ્લેઓફ મેચોમાં રિઝર્વ ડે વિશે પણ પ્રશ્નો છે.
આ તમામ સવાલોના જવાબ IPLની પ્લેઈંગ કંડીશન જોઈને જ મળી શકે છે. પ્લેઓફમાં બે ક્વોલિફાયર મેચો રમાશે. એક મેચ એલિમિનેટર હશે. આ સિવાય ફાઈનલ મેચ પણ રમાશે. જો આ મેચોમાં વરસાદ પડે તો શું કરવામાં આવશે?
શું આ વખતે રિઝર્વ ડે હશે? - એવું ગત IPLમાં જોવા મળ્યું હતું કે, ફાઈનલ મેચમાં જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. આ વખતે એવું નહીં થાય. તમામ પ્લેઓફ મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો કોઈ મેચ વરસાદથી પ્રભાવિત થાય છે, તો તે બીજા દિવસે ત્યાંથી ફરી શરૂ થઈ શકે છે.

રિઝર્વ ડે વરસાદથી ધોવાઈ જાય તો? - જો પ્લેઓફ મેચ વરસાદને કારણે ધોવાઇ જાય છે અને મેચ રિઝર્વ ડે પર રમાતી નથી, તો તે સ્થિતિમાં લીગ સ્ટેજના પોઈન્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. માત્ર ફાઇનલ મેચ માટે શરતો અલગ છે.
જો ફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જશે, તો પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમને ટ્રોફી આપવામાં આવશે. જોકે આ પહેલા ક્યારેય બન્યું નથી. સામાન્ય રીતે જ્યારે ફાઈનલ વરસાદને કારણે ધોવાઈ જાય ત્યારે ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે.
શું તમને વધારાનો સમય મળશે? - આઈપીએલની શરતો અનુસાર પ્લેઓફ મેચો માટે વધારાનો સમય રહેશે. 120 મિનિટનો વધારાનો સમય હશે. મેચની શરૂઆતનો સમય ઓવરોમાં કોઈપણ ઘટાડા વિના રાત્રે 9.40 વાગ્યાનો રહેશે. ઇનિંગ બ્રેક અને 10 મિનિટનો સમય પણ હશે.
મેચ ટાઈ થશે તો શું થશે? - જો પ્લેઓફમાં મેચ ટાઈ થાય છે, તો પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. આ પછી પણ જો વરસાદના કારણે સુપર ઓવર શક્ય ન બને, તો પોઈન્ટના આધારે ટેબલમાં ટોપ પર રહેલી ટીમને આગામી રાઉન્ડમાં મોકલવામાં આવશે.












Click it and Unblock the Notifications
