IPL 2024 : ઋષભ પંત પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો કેમ?
અકસ્માત બાદ દોઢ વર્ષે ક્રિકેટના મેદાન પર પરત ફરેલા ઋષભ પંતના ફેન માટે માઠા સમાચાર છે. બીસીસીઆઈએ પંત અને તેની ટીમને દંડ ફટકાર્યો છે.
IPL 2024 ના 16 માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને કોલકાતા નાઈટ રાઈડર્સના હાથે 106 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો આ હાર બાદ BCCIએ કેપ્ટન પંત સહિત સમગ્ર ટીમ પર લાખો રૂપિયાનો દંડ લગાવ્યો છે.

દિલ્હી પર લગાવવામાં આવેલો આ બીજો દંડ છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને વિશાખાપટ્ટનમમાં KKR સામેની તેની ટીમની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો.
ફ્રેન્ચાઈઝીને નાઈટ રાઈડર્સ સામે 106 રનથી ભારે હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ DC 2 પોઈન્ટ સાથે IPL 2024 સ્ટેન્ડિંગમાં નવમા સ્થાને છે.
IPL એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કોલકાતા સામે ધીમી ઓવર રેટ જાળવી રાખ્યા બાદ ડીસી કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તે આઈપીએલના આચાર સંહિતા હેઠળ તેની ટીમનો સીઝનનો બીજો ગુનો છે. નિવેદનમાં જણાવાયું છે કે કેપ્ટન સિવાય ઇમ્પેક્ટ પ્લેયર સહિત દિલ્હી સ્થિત ફ્રેન્ચાઇઝીના અન્ય ખેલાડીઓને પણ 6 લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ધીમી ઓવર-રેટના અપરાધોને લગતી આઈપીએલની આચાર સંહિતા હેઠળ આ તેની ટીમનો સીઝનનો બીજો ગુનો હતો, તેથી પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ ઇલેવનના બાકીના સભ્યોને 6 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા જે ઓછું હોય તે દંડ કરવામાં આવશે.
IPLના નિયમો અનુસાર, જો દિલ્હી કેપિટલ્સ આ સિઝનમાં ત્રીજી વખત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થાય તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ લાગી શકે છે.












Click it and Unblock the Notifications
