IPL 2024 : આઈપીએલની કેટલીક મેચોમાંથી બહાર થઈ શકે છે સુર્યકુમાર યાદવ? જાણો કેમ?

આઈપીએલ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે.

IPLની શરૂઆત પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પ્રથમ બે મેચમાંથી બહાર રહી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ પોતાની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે રમવાની છે.

Suryakumar Yadav

સૂર્યકુમાર યાદવ પ્રથમ બે મેચમાં ભાગ લઈ શકશે નહીં. આ બે મેચ પહેલા સૂર્યકુમાર યાદવે NCAની મેડિકલ ટીમ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે.

એનસીએ સૂર્યકુમારને ફિટનેસ સર્ટિફિકેટ આપે છે કે નહીં તે અંગે પણ સસ્પેન્સ છે. જો સૂર્યકુમાર યાદવ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કેટલીક મેચ નહીં રમે તો તેનાથી ટીમને મોટું નુકસાન થઈ શકે છે.

ગયા વર્ષે સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. સૂર્ય કુમાર યાદવને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જેના કારણે તે અફઘાનિસ્તાન સામેની T-20 શ્રેણીમાં પણ ભાગ લઈ શક્યો ન હતો.

જો કે સૂર્યકુમાર યાદવની સ્થિતિમાં હવે ઘણો સુધારો થયો છે. સૂર્યકુમાર યાદવ હાલમાં જ અર્શદીપ સિંહ સાથે એક્સરસાઇઝ કરતો જોવા મળ્યો હતો. સૂર્યકુમાર યાદવે પોતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X