IPL 2024 : સામે આવી ગયો આઈપીએલ 2024 નો કાર્યક્રમ, આ તારીખથી થશે શરૂઆત
ક્રિકેટ ફેન્સ આઈપીએલ 2024 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિલામી બાદ હવે ફેન્સ માટે સારા સમાચાર છે અને આઈપીએલ શરૂ થવાની તારીખો સામે આવી રહી છે.
અહેવાલો અનુસાર, IPL 2024 માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે. આ સિવાય WPL 2024 ફેબ્રુઆરી અને માર્ચમાં દેશના બે મોટા શહેરોમાં રમાઈ શકે છે.

મહિલા IPL મેચો દિલ્હી અને બેંગલુરુમાં યોજાય તેવી શક્યતા છે. બંને ટુર્નામેન્ટ માટે હરાજી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે IPL 2024નું શેડ્યૂલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
IPL 2024ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. આમાં કહેવામાં આવી રહ્યું છે કે IPL 2024 22 માર્ચથી શરૂ થઈ શકે છે. આ સીઝનની પ્રથમ મેચ માર્ચના ત્રીજા સપ્તાહમાં 22મીએ રમાઈ શકે છે. અગાઉ વર્ષ 2009 અને 2014માં સામાન્ય ચૂંટણીના કારણે IPLનું આયોજન દેશની બહાર કરવામાં આવ્યું હતું.
2009માં સમગ્ર ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી તો જ્યારે 2014માં ટૂર્નામેન્ટની કેટલીક મેચો UAEમાં યોજાઈ હતી. છેલ્લી સિઝનની વાત કરીએ તો IPL 2023નું આયોજન જૂની શૈલીમાં કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 12 શહેરોમાં આઈપીએલની મેચો રમાઈ હતી. આઈપીએલમાં કુલ 10 ટીમો ભાગ લે છે.
ગઈ સિઝનમાં પણ આ જ નિયમોને અનુસરીને આઈપીએલનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે બદલાવ જોવા મળી શકે છે. સામાન્ય ચૂંટણીની તારીખ નક્કી થયા બાદ જ આઈપીએલની તારીખ અંગેની પુષ્ટિ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
