IPL 2024 : આઈપીએલમાંથી બહાર થઈ શકે છે વિરાટ કોહલી, જાણો કેમ?
હાલ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝના બે મુકાબલામાં વિરાટ કોહલી જોવા મળ્યો નથી. હવે અહેવાલ આવી રહ્યા છે કે કોહલી આઈપીએલમાંથી પણ બહાર થઈ શકે છે.
અહેવાલો અનુસાર, વિરાટ કોહલીએ આ નિર્ણય તેની માતાના કારણે લીધો છે. તેની માતાની તબિયત ખરાબ હોવાનું કહેવાય છે. જેના કારણે વિરાટ કોહલી તેની માતા સાથે વધુ સમય વિતાવવા માંગે છે. આ જ કારણ છે કે તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

એક અહેવાલ અનુસાર, વિરાટ કોહલી આ વર્ષે IPLની કેટલીક મેચોમાંથી બહાર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો વિરાટ કોહલી લગભગ અડધી સિઝન માટે ટીમની બહાર રહી શકે છે. જો આમ થશે તો રોયલ ચેલેન્જર બેંગ્લોરને મોટો ઝટકો હશે. વિરાટ કોહલીને રોયલ ચેલેન્જ બેંગ્લોરની ટીમનો મહત્વનો ખેલાડી માનવામાં આવે છે.
વિરાટ કોહલીના ક્રિકેટ મેદાનથી દૂર હોવાને લઈને ઘણી અટકળો છે. ક્રિકેટ જગતમાં એવી પણ ચર્ચા છે કે વિરાટ કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, અનુષ્કા શર્મા પ્રેગ્નન્ટ છે અને તેથી જ વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની બે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
જો કે હજુ સુધી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તરફથી હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી. જો વિરાટ કોહલી IPLની શરૂઆતની સિઝનની કેટલીક મેચો મિસ કરશે તો RCBની મુશ્કેલીઓ વધી શકે છે.
RCB માટે વિરાટ કોહલી લાંબા સમયથી IPLમાં પોતાની તાકાત બતાવી રહ્યો છે. કોહલી વિના આરસીબીની ટીમ ઘણી નબળી છે.












Click it and Unblock the Notifications
