IPL playoffs 2025 : ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર? સમજો સંપૂર્ણ ગણિત
IPL playoffs 2025 : આઈપીએલ 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. જો કે આ પછી ટીમનું પ્રદર્શન સતત બગડતું ગયુ.
આ પછી ટીમ સતત પાંચ મેચ હારી અને 8 મેચ પછી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમે માત્ર બે જીત મેળવી છે અને પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. જો કે હજુ આશા છે. આજે 25 એપ્રિલે CSKનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. જો આ મેચમાં હાર મળશે તો ચેન્નઈ માટે મુશ્કેલી વધી જશે.

હાલ હૈદરાબાદ ટેબલમાં નવમા ક્રમે છે. બંને ટીમોનું આ સિઝનમાં પ્રદર્શન નબળું રહ્યું છે અને 8 મેચમાં બંને પાસે ચાર-ચાર પોઈન્ટ છે. પ્લેઓફની આશા જાળવવા બંને ટીમોએ બાકીની દરેક મેચ જીતવી પડશે.
ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ ક્યારેક CSKનો અભેદ્ય કિલ્લો ગણાતો હતો પરંતુ આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17 વર્ષ બાદ ચેપોકમાં CSKને હરાવ્યું છે.
દિલ્હી કેપિટલ્સે દાયકા બાદ ચેન્નઈને તેના ઘરઆંગણે હરાવ્યુ છે. કોલકાતા નાઈટ રાઈડર્સે પણ ચેપોકમાં જીત હાંસલ કરી છે. આઈપીએલ ઈતિહાસમાં પ્રથમ વખત CSK એક સિઝનમાં ઘરઆંગણે સતત ત્રણ મેચ હારી છે.
ચેન્નઈએ 8 મેચમાં બે જીત સાથે -1.392નો નબળો નેટ રન રેટ ધરાવે છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા ધોનીની ટીમે બાકીની 6 મેચ જીતવી જરૂરી છે અને નેટ રન રેટમાં નોંધપાત્ર સુધારો કરવો પડશે.
જો CSK હૈદરાબાદ સામે હારે છે તો પ્લેઓફની રેસ લગભગ અશક્ય બની જશે. બાકીની 5 મેચ જીતવા ઉપરાંત અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. જો ટોપ-5 ટીમો લડખડાય તો 14 પોઈન્ટ સાથે CSK રેસમાં ટકી શકે.
પરંતુ, ગુજરાત ટાઈટન્સ, RCB, અને દિલ્હી કેપિટલ્સ પાસે 12-12 પોઈન્ટ છે અને તેમને માત્ર બે જીતની જરૂર છે. મુંબઈ ઈન્ડિયન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, અને પંજાબ કિંગ્સ પાસે 10 પોઈન્ટ છે, જે CSKની પ્લેઓફની શક્યતાઓને લગભગ ખતમ કરી શકે છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
