IPL 2025 : વૈભવ સૂર્યવંશી બાદ વધુ એક 17 વર્ષીય યુવા ખેલાડી ડેબ્યુ કરવા તૈયાર
IPL 2025 : આઈપીએલ 2025 સિઝન રોમાંચક તબક્કામાં પ્રવેશી છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) હવે પોતાના અગામી મુકાબલામાં નાની ઉમરના યુવા ખેલાડીને તક આપવા જઈ રહી છે.
ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ CSKએ 17 વર્ષના આયુષ મહાત્રેને ટીમમાં સામેલ કર્યો છે. મહાત્રેએ અંડર-19 એશિયા કપ અને વિજય હઝારે ટ્રોફી જેવા ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાનું ટેલેન્ટ સાબિત કર્યું છે.
એશિયા કપમાં તેણે 176 રન બનાવ્યા હતા અને વિજય હઝારે ટ્રોફી 2024-25માં 458 રન સાથે પોતાની ક્ષમતા દર્શાવી હતી.
CSKએ અન્ય એક મોટો બદલાવ કરીને ગુરજપનીત સિંહની જગ્યાએ T20 લીગનો અનુભવી ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસને પણ ટીમમાં સામેલ કર્યો છે. અગાઉ તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ IPL રમી છે.

હાલ ટિમ મુશ્કેલમાં છે અને ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ સ્થિતિમાં હવે CSK બ્રેવિસ અથવા મહાત્રેમાંમાંથી કોઈ એકને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે.
વૈભવ સુર્યવંશી જેવા સ્ટાર બનેલા ખેલાડી પછી હવે ચાહકોની નજર આયુષ મહાત્રે પર છે. જો તેને તક મળે તો તે IPLમાં પોતાનું નામ કરી શકે છે. CSKના ફેન્સ માટે આ યુવા બેટ્સમેન એક નવી આશાની કિરણ સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
