IPL 2025 : 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન કેવુ રહ્યું હતું? આ વખતે ટીમ કેટલી મજબુત?
IPL 2025 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ઉતાર-ચઢાવભરી રહી હતી. ઋતુરાજ ગાયકવાડના નવા નેતૃત્વમાં ટીમે ટ્રોફી બચાવવામાં નિષ્ફળ રહી હતી.
ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નહીં. 2023માં ચેમ્પિયનશિપ જીત્યા બાદ CSK 2024ની સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરી હતી. જો કે 7 જીત અને 7 હાર સાથે માત્ર 14 પોઈન્ટ હાંસલ કરી શકી અને બહાર થઈ ગઈ.

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સિઝનનો અંત નિરાશાજનક રહ્યો. RCBની ટીમ સાથે સમાન 14 પોઈન્ટ હોવા છતાં ઓછા નેટ રન રેટના કારણે CSK પ્લેઓફમાં પ્રવેશ મેળવી શકી નહીં. આ માત્ર ત્રીજી વખત હતું જ્યારે CSK પ્લેઓફમાં પહોંચવા નિષ્ફળ ગઈ હતી.
નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 14 ઇનિંગ્સમાં 53.00ની શાનદાર એવરેજ સાથે 583 રન બનાવ્યા, જેમાં 108 નોટઆઉટ રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર સામેલ હતો. શિવમ દુબેએ 396 રન બનાવ્યા અને બેટિંગમાં મહત્વનું યોગદાન આપ્યું. બોલિંગમાં તુષાર દેશપાંડેએ 17 વિકેટ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
હવે ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી IPL 2025 માટે તૈયારીઓ શરૂ કરશે. નવી રણનીતિ અને ટીમ કોમ્બિનેશન સાથે CSK ફરી એકવાર ખિતાબ જીતવાની આશા રાખી રહી છે.
CSKની ટીમ
કેપ્ટન: ઋતુરાજ ગાયકવાડ
વિકેટકીપર: એમ.એસ. ધોની
અન્ય ખેલાડીઓ: મેથિસા પાથિરાના, રવિન્દ્ર જાડેજા, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, આર. અશ્વિન, શિવમ દુબે, ખલીલ અહેમદ, નૂર અહમદ, વિજય શંકર, સેમ કરન, શેખ રશીદ, અંશુલ કમ્બોજ, દીપક ચહર, કમલેશ નાગરકોટી, શ્રેયસ ગોપાલ
CSKના ચાહકો હવે 2025ની નવી સિઝન માટે ઉત્સુક છે અને આશા રાખી રહ્યા છે કે ટીમ ફરી એકવાર વિજયી બનશે.












Click it and Unblock the Notifications
