IPL 2025 : KKRની એકતરફી જીત, હૈદરાબાદની 80 રને શરમજનક હાર
IPL 2025 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલો મુકાબલો એકતરફી રહ્યો. KKRએ મજબૂત બેટિંગ પ્રદર્શન કરતાં 6 વિકેટે 200 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.
આ સ્કોર માટે મેદાને ઉતરેલી હૈદરાબાદની ટીમ 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને KKRએ 80 રનની શાનદાર જીત મેળવી.

હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જો કે તે ટીમ માટે ખોટો સાબિત થયો. KKRની શરૂઆત ખરાબ રહી હતી અનેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે ઓપનર ક્વિન્ટન ડી કોક માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો. સુનીલ નારાયણ પણ ખાસ પ્રભાવ નહીં પાડી શક્યો અને 7 રન બનાવી આઉટ થઈ ગયો.
અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશીએ ઇનિંગ સંભાળી અને રહાણેએ 27 બોલમાં 28 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગો સામેલ હતા. રઘુવંશીએ 32 બોલમાં અડધી સદી ફટકારી. આ જોડીએ KKRના સ્કોરને 97 રન સુધી પહોંચાડ્યો.
આ પછી વેંકટેશ અય્યર અને રિંકુ સિંહે ધમાકેદાર બેટિંગ કરી. અય્યરે માત્ર 24 બોલમાં અડધી સદી ફટકારી અને 29 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે 3 સિક્સ અને 7 ફોર ફટકાર્યા.
રિંકુ સિંહે 17 બોલમાં 32 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમને 200 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.
200 રનના ટાર્ગેટ માટે મેદાને ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી. ઓપનર ટ્રેવિસ હેડ 4 રન બનાવીને આઉટ થયો. અભિષેક શર્મા અને ઈશાન કિશન માત્ર 2-2 રન બનાવીને પેવિલિયન પરત ફર્યા. નીતીશ રેડ્ડીએ 15 બોલમાં માત્ર 19 રન બનાવ્યા.
મેન્ડિસે 20 બોલમાં 27 રન બનાવ્યા તો જ્યારે ક્લાસેન 21 બોલમાં 33 રન બનાવી શક્યો. પરંતુ અન્ય બેટ્સમેનો કોઈ અસર પાડી શક્યા નહીં. SRHની આખી ટીમ 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
KKR માટે વરુણ ચક્રવર્તી અને વૈભવ અરોરાએ 3-3 વિકેટ લીધી. તેની બોલિંગ સામે SRHના બેટ્સમેન ટકી શક્યા નહીં.












Click it and Unblock the Notifications
