IPL 2025 New Rule : સ્લો ઓવર રેટ નિયમોમાં મોટા ફેરફાર, હવે કેપ્ટન પર નહીં લાગે પ્રતિબંધ
IPL 2025 માટે BCCIએ નવા નિયમો જાહેર કર્યા છે. સૌથી મોટા ફેરફાર તરીકે સ્લો ઓવર રેટ માટે કેપ્ટન પર હવે પ્રતિબંધ નહીં લાગે.
BCCIએ હવે સજાની નવી પદ્ધતિ અમલમાં મૂકી છે, જેમાં કેપ્ટનના ખાતામાં ડીમેરિટ પોઈન્ટ્સ ઉમેરાશે અને ફાઇન પણ લાગશે.

સ્લો ઓવર રેટ માટે કેપ્ટનને શું દંડ મળશે?
- લેવલ 1 : કેપ્ટનને 25% થી 75% સુધીની મેચ ફીનો દંડ
- લેવલ 2 : 4 ડીમેરિટ પોઈન્ટ્સ અને 100% મેચ ફી દંડ
- સતત ભૂલોના પરિણામે વધુ મોટી સજા મળી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર ગયા સિઝન દરમિયાન એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. IPL 2025ની પ્રથમ મેચમાં તેઓ રમી શકશે નહીં. ટીમે સ્લો ઓવર રેટનો નિયમ તોડ્યો હતો.
IPL 2025 માટે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ યથાવત્ રહેશે. ટીમો હજી પણ આ નિયમનો ઉપયોગ કરી શકશે.
IPL 2025 શિડ્યૂલ અને મહત્વપૂર્ણ તારીખો
- શરૂઆત: 22 માર્ચ 2025
- પ્રથમ મેચ: કોલકાતા નાઈટ રાઈડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- ફાઇનલ: 25 મે 2025, કોલકાતા ઇડન ગાર્ડન્સ
- ક્વોલિફાયર 2 : કોલકાતા ઇડન ગાર્ડન્સ
જણાવી દઈએ કે, આઈપીએલ 2025 ની શરૂઆતની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ આઈપીએલ ઘણા સ્ટાર ખેલાડીઓ માટે આખરી સિઝન હોઈ શકે છે. આ ખેલાડીઓમાં મહેન્દ્રસિંહ ધોની જેવા ઘણા ખેલાડીઓ સામેલ છે. આ ખેલાડીઓ આવતી સિઝનમાં મેદાન પર નહીં જોવા મળે તે લગભગ નિશ્ચિત છે. આ જ કારણ છે કે ફેન્સ આઈપીએલની આતુરતાથી રાહ જોઈએ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
