IPL 2025 : અમદાવાદમાં શુભમન ગિલે ઇતિહાસ રચ્યો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 હજાર રન પુરા કર્યા

IPL 2025 : ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇતિહાસ રચ્યો છે. તેને અહીં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પોતાના નામે કરી છે.

શુભમન ગિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેના મુકાબલામાં 1000 રન પૂરા કર્યા. શુભમન ગિલે પોતાની આક્રમક બેટિંગ દ્વારા ટીમના સ્કોરમાં ઝડપથી વધારો કર્યો. તેણે પોતાની ઇનિંગ્સમાં શાનદાર શોટ્સથી દર્શકોનું ખુબ મનોરંજન કર્યુ.

Shubman Gill

શુભમન ગિલને આ ઇનિંગ દરમિયાન યુવા બેટ્સમેન સાઈ સુદર્શનનો સાથ મળ્યો. બંને બેટ્સમેનોની ભાગીદારીથી ગુજરાત ટાઇટન્સની ટીમને મજબૂત સ્થિતિ મળી. તેમણે મળીને 50થી વધુ રનની શાનદાર ભાગીદારી નોંધાવી.

મેચની વાત કરીએ તો મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે મુંબઈ હાલની સ્થિતીમાં મેચમાં પાછળ છે અને ગુજરાતે 1 વિકેટ ગુમાવીને 12.3 ઓવર્સમાં 115 રન બનાવી લીધા છે.

શુભમન ગિલ 38 રન બનાવીને આઉટ થયા બાદ હાલ સાઈ સુદર્શન અને જોશ બટલર શાનદાર બેટિંગ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X