For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: શું આ પાંચ ખેલાડીઓની આઈપીએલ કરિયર લગભગ ખતમ થઈ ગઈ?

આજે અમે તમને 5 એવા મોટા ખેલાડીઓની વાત કરવાના છીએ જેમની બોલી ન લાગી અને તેને લઈને તેમની આઈપીએલ કરિયર લગભગ ખતમ થઈ ગઈ હોવાની ર્ચચા શરૂ થઈ છે.

|
Google Oneindia Gujarati News

19 ડિસેમ્બરે યોજાયેલી આઈપીએલ હરાજીમાં આ વખતે પણ મોટી ઉથલપાથલ જોવા મળી છે. 13 મી સીઝન માટે કોલકાતામાં યોજાયેલી ખેલાડીઓની હરાજીમાં 29 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 62 ખેલાડીઓની બોલી લાગી. જે આઈપીએલ 2020 નો ભાગ રહેશે. આ હરાજીમાં કેટલાક એવા પણ નામ છે જેમની આશ્ચર્યજનક રીતે બોલી જ ન લાગી. આજે અમે તમને 5 એવા મોટા ખેલાડીઓની વાત કરવાના છીએ જેમની બોલી ન લાગી અને તેને લઈને તેમની આઈપીએલ કરિયર લગભગ ખતમ થઈ ગઈ હોવાની ર્ચચા શરૂ થઈ છે.

01. યુસુફ પઠાણ

01. યુસુફ પઠાણ

ભારતના ઓલરાઉન્ડર યુસુફ પઠાણ માટે કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ દાવ લગાવ્યો નથી. 1 કરોડની બેઝ પ્રાઈસના ખેલાડીની કોઈએ બોલી ન લગાવી. યુસુફ પઠાણ અત્યારસુધીમાં 12 સીઝન રમી ચુક્યો છે. આ દરમિયાન તે 2 વખત ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સનો પણ એક ભાગ હતો. ગઈ સિઝનમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો અને તુ તેનું પ્રદર્શન નબળું હતું. હૈદરાબાદે તેને 1.90 કરોડમાં ખરીદ્યો હતો પરંતુ યુસુફ 10 મેચમાં માત્ર 40 રન બનાવી શક્યો હતો અને કોઈ પણ વિકેટ લઈ શક્યો ન હતો. યુસુફે તેની આઈપીએલ કારકિર્દી રાજસ્થાન રોયલ્સ તરફથી રમીને શરૂ કરી હતી. તેણે રાજસ્થાન માટે પ્રારંભિક 3 સીઝન રમી હતી, પરંતુ આઈપીએલ 2011 ની હરાજીમાં તે કોલકાતાનો હિસ્સો બન્યો. આઈપીએલ 2017 સુધી તે આ ટીમનો ભાગ રહ્યો. 2018 માં હૈદરાબાદમાં જોડાયો હતો. યુસુફે 174 મેંચમાં 1 સદી અને 12 અડધી સદી સાથે 42 વિકેટ ઝડપી છે.

ટિમ સાઉથી

ટિમ સાઉથી

હવે ન્યુઝીલેન્ડના આ ઝડપી બોલરને આઈપીએલમાં રમતા જોઈ શકો એવા ઓછા સંજોગ છે. સાઉથીએ પોતાની બેઝ પ્રાઈસ 1 કરોડ રાખી હતી, જે તેના પ્રદર્શન પ્રમાણે વધારે હતી. ગઈ 12 મીં સીઝન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. તેમાં તે ફક્ત 3 મેચ રમી શક્યો અને 1 વિકેટ ઝડપી હતી. વર્ષ 2018 માં બેંગલુરુએ તેને 1 કરોડમાં ખરીદ્યો હતો. સાઉથી ફક્ત 2016 માં 11 મેચ રમ્યો હતો તે સિવાય તે ક્યારેય 6 સીઝનમાં પૂર્ણ મેચ રમ્યો નથી. તેનું કારણ તેમની ફિટનેશ અને નબળું પ્રદર્શન હતું. તે 40 મેચોમાં માત્ર 28 વિકેટ લઇ શક્યો હતો. આ તમામ કારણોને લીધે જ આ વખત કોઈ ફ્રેંચાઇઝી દાવ લવાવવા તૈયાર નથી.

આ પણ વાંચોઃ IPL 2020: હરાજીમાં શાંત રહેલી આ ટીમ પર સવાલો ઉભા થઈ રહ્યા છે!આ પણ વાંચોઃ IPL 2020: હરાજીમાં શાંત રહેલી આ ટીમ પર સવાલો ઉભા થઈ રહ્યા છે!

એંજલો મેથ્યુઝ

એંજલો મેથ્યુઝ

ફ્રેન્ચાઇઝી હવે એવા ખેલાડીઓની શોધમાં છે જે નવા હોય ટોપ લેવલ પર સારૂ પ્રદર્શન કરી શકે. શ્રીલંકાના એન્જેલો મેથ્યૂમાં પણ કોઈ ફ્રેન્ચાઇઝી રોકાણ કરવા તૈયાર નથી. 32 વર્ષીય એંજલો મેથ્યુઝે તેની બેસ પ્રાઇસ 2 કરોડ રાખી હતી. કયા આધારે મેથ્યુઝે આ બેઝ પ્રાઈઝ રાખી તે સમજન બહાર છે. કારણ કે તે છેલ્લા 2 સીઝનથી બહાર છે. ગઈ સીઝનમાં પણ કોઈ ટીમે તેને ખરીદવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. મેથ્યુઝ 6 સીઝન રમ્યો છે. જેમાં તેણે 49 મેચોમાં માત્ર 724 રન અને 27 વિકેટ લીધી છે. તેણે છેલ્લે વર્ષ 2017 માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. જેમાં તે માત્ર 3 મેચ રમી શક્યો હતો. મેથ્યુઝ તેની રાષ્ટ્રીય ટીમ માટે એક સફળ ખેલાડી હોઈ શકે પરંતુ આઈપીએલમાં તેનો રેકોર્ડ ફ્લોપ રહ્યો છે. આવી સ્થિતિમાં તેની આઈપીએલ કારકિર્દી હવે લગભગ પૂરી થઈ ગઈ છે.

રવિ બોપારા

રવિ બોપારા

ઇંગ્લેન્ડના આ ખેલાડીએ છેલ્લે આઈપીએલ 2015 માં ભાગ લીધો હતો. 34 વર્ષીય રવિને આશા હતી કે આઈપીએલમાં તેના માટે કોઈ બોલી લગાવે પરંતુ કોઈપણ ફ્રેન્ચાઇઝીએ રસ દાખવ્યો નહીં. રવિએ તેની બેઝીક પ્રાઈઝ 50 લાખ રાખી હતી. રવિ વિશ્વભરમાં ચાલી રહેલી ટી 20 લીગમાં રમે છે. તેણે 340 T20 મેચ રમી છે. જેમાં 6773 રન બનાવ્યા છે અને 226 વિકેટ લીધી છે, પરંતુ તે હજુ સુધી આઈપીએલમાં પોતાની છાપ છોડી શક્યો નથી. રવિએ તેની પ્રથમ સિઝન 2009 માં રમી હતી. જેમાં 5 મેચમાં 138 રન બનાવ્યા હતા. 2010 માં તેણે 10 મેચમાં 248 રન બનાવ્યા પરંતુ તે પછીની 4 સીઝનમાં તે રમ્યો નહી. 2015 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમીને વાપસી કરી પરંતુ 9 મેચમાં 6 વિકેટ સાથે 145 રન બનાવી શક્યો. હૈદરાબાદે તેને આગામી સિઝનથી મુક્ત કરી દીધો અને તે પછી રવિને ફ્રેન્ચાઇઝી ખરીદવા તૈયાર નથી.

સ્ટુઅર્ટ બિન્ની

સ્ટુઅર્ટ બિન્ની

સ્ટુઅર્ટ બિનીએ તેની બેસ પ્રાઈઝ 50 લાખ રાખી હતી પરંતુ કોઈ પણ ફ્રેન્ચાઇઝી તેમને ખરીદવામાં કોઈ રસ દાખવ્યો નથી. બિન્ની 2010 થી 2019 દરમિયાન તમામ આઈપીએલ સીઝનમાં રમ્યો છે પરંતુ હવે તેની ગેરહાજરી તેની આઈપીએલની સફર પૂરી થઈ હોવા તરફ પણ ઈશારો કરો છે. રાજસ્થાન રોયલ્સે તેને ગઈ સિઝનમાં 50 લાખમાં ખરીદ્યો હતો પરંતુ બિની 8 મેચમાં ફક્ત 70 રન કરી શક્યો હતો. જેમાં 1 વિકેટનો સમાવેશ હતો. સીઝન 2018 માં બિની 7 મેચમાં રાજસ્થાન તરફથી કોઈ વિકેટ લઈ શક્યો ન હતો. તેણે કુલ 95 આઈપીએલ મેચ રમી છે. જેમાં 880 રન સાથે માત્ર 22 વિકેટ ઝડપી છે. 2010 માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલની શરૂઆત કરનાર બિન્ની હવે આઈપીએલથી બહાર થઈ જાય તો નવાઈ નહી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl auction 2020 five unsold big players whose ipl career is almost over
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X