For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2017 ની હરાજી પૂર્ણ, ઇશાંત-ઇરફાન અનસોલ્ડ..

આઇપીએલની 10મી સિઝન માટે ખેલાડીઓની હરાજીનું આયોજન સોમવારે બેંગ્લુરૂમાં થયું, 352 ખોલાડીઓ પર બોલી લગાવવામાં આવી.

By Shachi
|
Google Oneindia Gujarati News

આઇપીએલ 2017 માટે ખેલાડીઓની હરાજી નું આયોજન સોમવારે બેંગ્લુરૂની રિટ્ઝ કાર્લટન હોટલમાં થયું હતું. આ હરાજીમાં 352 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી, જેમાંથી 122 ઇન્ટરનેશનલ ખોલાડીઓ છે. ક્રિકેટ ખેલાડીઓની આ હરાજીમાં ભારતના ઝડપી બોલર ઇશાંત શર્મા અને ઇરફાન પઠાણ ને કોઇ ટીમે ન ખરીદતાં તેઓ અનસોલ્ડ રહ્યાં.

ipl

અહીં વાંચો - શાહિદ આફ્રિદીએ લીધો ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસઅહીં વાંચો - શાહિદ આફ્રિદીએ લીધો ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ

  • તો બીજી બાજુ અફઘાનિસ્તાનના 18 વર્ષીય લેગ સ્પિનર રાશિદ ખાને સૌને ચોંકાવી દીધા. તેમને સનરાઇઝ હૈદ્રાબાદ ટીમે 4 કરોડની કિંમત પર ખરીદ્યા. તેઓ બીજા અફઘાન ખેલાડી છે, જેમને આઇપીએલમાં સ્થાન મળ્યું છે. તેમના પહેલાં હૈદ્રાબાદની જ ટીમે અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને 30 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા.
  • મોહમ્મદ સિરાજની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, તેમને હૈદ્રાબાદ ટીમે 2 કરોડ 60 લાખ રૂપિયામાં ખરીદ્યા.
  • પ્રવીણ તાંબેને હૈદ્રાબાદે 10 લાખ રૂપિયામાં ખરીદ્યા.
  • ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડ બેટ્સમેન બેન સ્ટોક્સ સૌથી મોંઘા ખેલાડી સાબિત થયા. રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સે તેમને 14 કરોડ 50 લાખમાં ખરીદ્યા. તેમની બેઝ પ્રાઇસ 2 કરોડ હતી.
  • સૂચિમાં પહેલું નામ પવન નેગીનું હતું, બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે તેમને 1 કરોડમાં ખરીદ્યા.
  • ઇંગ્લેન્ડ ટાઇમ મિલ્સ બીજા નંબરના સૌથી મોંઘા ખેલાડી રહ્યા. તેમની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મિલ્સને 12 કરોડમાં ખરીદ્યા.
  • શ્રી બિશ્નોઇ, એશ્ટન ટર્નર, કનિષ્ક સેઠ, નાથન લાયન, અકિલા ધનંજય, માઇકલ બિયર, ફવાદ અહમદ, મોહિત અહલાવત, ચેતેશ્વર પુજારા, એસ બદ્રીનાથ, માર્લોન સેમુઅલ્સ, મોહિત અહલાવત, માનવિંદર બિસલા, અબૂ નેચિમ, ઇમરાન તાહિર, આંદ્રે ફ્લેચર, માર્ટિન ગુપ્ટિલ અનસોલ્ડ રહ્યા.
  • વિરાટ સિંહ, એમ ચૌધરી, બી ઇન્દ્રજીત, અમિત વર્મા, હિંમત સિંહ 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સાથે અનસોલ્ડ રહ્યા.
  • હરપ્રીત સિંહ 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સાથે અનસોલ્ડ રહ્યા.
  • ડેવિડ વીજ, મેંહદી હાસન, રાહુલ શર્મા, સબ્બીર રહેમાન, પરવેઝ રસૂલ, પ્રજ્ઞાન ઓઝા, લક્ષણ સંદકન, સોઢી, ચાર્લ્સ જૉનસન, બેન ડંક અને મહમુદુલ્લાહ 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સાથે અનસોલ્ડ રહ્યા.
  • ઇરફાન પઠાણની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી, તેઓ અનસોલ્ડ રહ્યા.
  • મિશેલ સૈંટનર, બ્રેડ હૉગ, દિનેશ ચંડીમલ, ક્રિસ જોર્ડન, શૉન એબટ બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા સાથે અનસોલ્ડ રહ્યા.
  • કાઇલ એબટ બેઝ પ્રાઇસ 1.5 કરોડ સાથે અનસોલ્ડ રહ્યા.
  • ભારતીય બોલર ઇશાંત શર્મા બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા સાથે અનસોલ્ડ રહ્યા.
  • લોકી ફર્ગુસનની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા છે, તેમને આ જ કિંમત પર આરપીએસ એ ખરીદ્યા. આર ત્રિપાઠી, લેગ સ્પિનર સૌરભ ત્રિપાઠીને પણ આરપીએસ એ ખરીદ્યા. રાહુલ ચાહરને બેઝ પ્રાઇસ પર ખરીદ્યા.
  • મિલિંદ ટંડનને આરપીએસ એ 10 લાખ રૂપિયામાં ખરીદ્યા.
  • મનોજ તિવારી પણ આરપીએસ માટે રમતા જોવા મળશે, તેમને 50 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યા.
  • સાયન ઘોષને પણ તેમની બેઝ પ્રાઇસ 10 લાખ રૂપિયા પર કેકેઆર એ ખરીદ્યા. આર. સંજય યાદવ, ઇશાંક જગ્ગીને પણ કેકેઆર એ ખરીદ્યા.
  • ડેરેન બ્રાવો ત્રીજી વાર કોલકાતા નાઇટરાઇડર્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યા.
  • ટ્રેંટ બોલ્ટને કેકેઆર એ 5 કરોડમાં ખરીદ્યા, બેઝ પ્રાઇસ હતી 1.5 કરોડ.
  • ચિરાદ સૂરી, શૈલી શૌર્યને બેઝ પ્રાઇસ 10 લાખ રૂપિયા સાથે ગુજરાત લાયન્સે ખરીદ્યા.
  • શુભમ અગ્રવાલ, પ્રથમ સિંહને પણ ગુજરાત લાયન્સે ખરીદ્યા.
  • મુનાફ પટેલને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સાથે ગુજરાત લાયન્સે ખરીદ્યા.
  • રાજસ્થાનના નાથૂ સિંહને ગુજરાતે 50 લાખ રૂપિયામાં ખરીદ્યા.
  • ડેરેન સેમીને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સાથે કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યા. રિંકુ સિંહને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સાથે કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યા.
  • ઇયાન મોર્ગનને પંજાબે બેઝ પ્રાઇસ 2 કરોડમાં ખરીદ્યા.
  • તમિલનાડુના બોલર ટી નટરાજનને પંજાબે 3 કરોડમાં ખરીદ્યા.
  • શશાંક સિંહને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સાથે દિલ્હી ડેરડેવિલ્સે ખરીદ્યા.
  • એમ અશ્વિન, કોરી એન્ડરસનને દિલ્હીએ 1 કરોડમાં ખરીદ્યા.
  • એન્જેલો મેથ્યૂઝને દિલ્હીએ બેઝ પ્રાઇસ 2 કરોડમાં ખરીદ્યા.
  • દક્ષિણ આફ્રિકાના બોલર કાગિસો રબાડાને દિલ્હીએ 5 કરોડમાં ખરીદ્યા.
  • મુંબઇ ઇન્ડિયન્સે કર્ણ શર્માને 3 કરોડ 20 લાખમાં ખરીદ્યા, તેમની બેઝ પ્રાઇસ હતી 30 લાખ રૂપિયા. વેસ્ટ ઇન્ડિઝના નિકોલસને પણ મુંબઇ ટીમે ખરીદ્યા.
  • અનિકેત ચૌધરીને આરબીસી એ બે કરોડ રૂપિયામાં ખરીદ્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The IPL Player Auction, Feb 20, 2017, Ritz-Carlton Hotel, Bengaluru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X