IPL Playoff 2024 : આ ટીમોનું પ્લેઓફમાં પહોંચવુ લગભગ ફાઈનલ, જાણો હાલના સમીકરણ

આઈપીએલ 2024 રોમાંચક સ્ટેજમાં પહોંચી ગઈ છે. હવે ટીમો વચ્ચે પ્લેઓફમાં પહોંચવા માટે રેસ લાગી રહી છે. આ સ્થિતીમાં કેટલીક ટીમોનું સ્થાન પ્લેઓફમાં નિશ્ચિત માનવામાં આવે છે.

દિલ્હી કેપિટલ્સે શનિવારે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને હાર આપી. આ પછી પોઈન્ટ ટેબલમાં ઘણી ઉથળપાથલ થઈ છે.

IPL Playoff 2024

કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્લેઓફ માટે દાવેદારી નોંધાવી છે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને હરાવીને પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે.

આ ટીમોનું પ્લેઓફમાં પહોંચવુ નિશ્ચિત
આ યાદીમાં પહેલું નામ રાજસ્થાન રોયલ્સનું છે. અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સે 8 મેચ જીતી છે અને માત્ર 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સના 9 મેચમાં 16 પોઈન્ટ છે.

આ પછી બીજા ક્રમની કોલકાતા નાઈટ રાઈડર અને છઠ્ઠા ક્રમની ટીમ દિલ્હી કેપિટલ્સના 10-10 પોઈન્ટ છે. એટલે કે નેટ રન રેટના આધારે જ આ ટીમો આગળ છે. માત્ર એક જીત કે હાર સમગ્ર સમીકરણ બદલી શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સના 8-8 પોઈન્ટ છે.

જો વર્તમાન પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાં આગળ છે. જો કે પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ પણ રેસમાં છે.

આ સિવાય ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેવી ટીમો પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર નથી થઈ. પ્લેઓફમાં રમવાની આ ટીમોની આશા જીવંત છે પરંતુ આ ટીમોનો રસ્તો કઠીન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X