For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબની શાનદાર વાપસી, દિલ્હી કેપિટલ્સને માત આપી

IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબની શાનદાર વાપસી, દિલ્હી કેપિટલ્સને માત આપી

|
Google Oneindia Gujarati News

આઈપીએલ 2020નો 38મો મુકાબલો આજે સૌથી સફળ ટીમ દિલ્હી કેપિટલ્સ અને ટૂર્નામેન્ટમાં સૌથી નિષ્ફળ રહેલી ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયો હતો. જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2020માં અત્યાર સુધીમાં 10 મેચ રમી જેમાં માત્ર 3માં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ પણ 10 મેચ રમી જેમાં માત્ર 4 મેચમાં જ જીત મળી છે. આજની મેચમાં જીતતાની સાથે જ પોઈન્ટ ટેબલમાં કિંગ્સ ઈલેવન છઠ્ઠા નંબરે પહોંચી ગઈ છે.

IPL 2020

જો મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો. દિલ્હીના ગબ્બર શિખર ધવને શાનદાર ઈનિંગ રમી હતી, ધવને 61 બોલમાં 3 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી 106 રન ફટકાર્યા હતા. ધવન સિવાય દિલ્હીના બધા જ બેટ્સમેન નિષ્ફળ નિવળ્યા હતા, જેમાંથી કોઈ 20 રન પણ નહોતું બનાવી શક્યું. દિલ્હીએ પંજાબને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કિંગ્સ ઈલેવન પંજાબે માંડ માંડ આ ટાર્ગેટ હાંસલ કરી જીત નોંધાવી.

DC vs KXIP: શિખર ધવને ગબ્બર સ્ટાઈલમાં ફટકારી સદી, IPLના 5000 રન પૂરાDC vs KXIP: શિખર ધવને ગબ્બર સ્ટાઈલમાં ફટકારી સદી, IPLના 5000 રન પૂરા

બોલર્સના પ્રદર્શન પર નજર ફેરવીએ તો પંજાબ તરફથી મોહમ્મદ શમીએ 2 વિકેટ, મેક્સવેલ, જેમ્સ નિશમ, મુર્ગન અશ્વિન અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ ચટકાવી હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સના કગીસો રબાડાએ 2 વિકેટ અક્ષર પટેલે 1 વિકેટ અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ ચટકાવી હતી. આવતી કાલે એટલે કે 21 ઓક્ટોબરે હવે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેદાન-એ-જંગ ખેલાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
kings xi punjab stolen 2 more points by winning against delhi capitals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X