For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KKR Vs CSK: વાનખેડેમાં ચેન્નાઇએ કર્યો રનનો વરસાદ, કોલકાતાને 221 રનનું લક્ષ્ય

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 15 મી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. કોલકાતા તરફથી કેપ્ટન ઇઓન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીં કરતા ચેન્નાઇ સુપ

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 15 મી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. કોલકાતા તરફથી કેપ્ટન ઇઓન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીં કરતા ચેન્નાઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 220 રન બનાવ્યા હતા.

IPL 2021

પ્રથમ બેટિંગ કરતા સીએસકે ટીમ ઋતુરાજ ગાયકવાડ (64), ફાફ ડુપ્લેસિસ (અણનમ 95) શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી. ગાયકવાડે 42 બોલમાં છ ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા જ્યારે ફાફ ડુપ્લેસિસે 60 બોલમાં 9 ચોગ્ગા 4 સિક્સર ફટકારી હતી. મોઇન અલીએ પણ 12 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 25 રનનું યોગદાન આપ્યું હતું.
આ દરમિયાન કેપ્ટન એમએસ ધોનીએ પણ 8 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા અને જાડેજાએ એક બોલમાં છગ્ગો ફટકાર્યો હતો. આ મેચમાં ધોનીએ સુનીલ નરેન સામે છેલ્લા ચાર ચોગ્ગા લગાવ્યા હતો અને આઈપીએલ કારકિર્દીમાં તેની સામે પ્રથમ ચોગ્ગો ફટકાર્યો હતો. કોલકાતા તરફથી વરૂણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને આંદ્રે રસેલે એક-એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: KKR Vs CSK: કોલકાતાએ ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, ચેન્નાઇ કરશે બેટીંગ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
KKR Vs CSK: Chennai rain runs in Wankhede, Kolkata target 221 runs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X