KKR vs RR Match Prediction: આજની મેચ તમને બનાવી શકે છે કરોડપતિ, ટીમ બનાવતા પહેલા સમજો ગણિત
KKR vs RR Match Prediction: IPL 2024ની 70 મી મેચ રવિવાર 19 મેના રોજ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. ડબલ હેડરની આ બીજી મેચ સાંજે સાડા સાત કલાકથી રમાશે. આ રોમાંચક મેચ પહેલા આજની ડ્રીમ 11 ટીમ પર એક નજર કરીશું.
પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન બીજા સ્થાને - પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન 13 મેચમાં આઠ જીત સાથે બીજા સ્થાને છે. બીજી તરફ, કોલકાતા પોઈન્ટ ટેબલમાં મોખરે છે. કારણ કે, તેણે 13 મેચમાંથી નવમાં જીત મેળવી છે. RR ને ક્વોલિફાયર 1 માં પોતાનું સ્થાન સીલ કરવા માટે આજની મેચ જીતવી પડશે.
KKR vs RR હેડ-ટુ-હેડ રેકોર્ડ - આ બે પ્રભાવશાળી ટીમો 29 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. KKR 14 વખત જીત્યું છે અને રોયલ્સે પણ 14 મેચ જીતી છે. એક મેચ પરિણામ વિના સમાપ્ત થઈ છે.
KKR vs RR પિચ રિપોર્ટ - ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પીચ બેટ્સમેન તેમજ ઝડપી બોલરોને મદદ કરે છે. આ સ્થળ પર બેટિંગ કરવી પ્રમાણમાં સરળ છે. અહીં રમાયેલી છેલ્લી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં 14 વિકેટના નુકસાન પર કુલ 289 રન બનાવ્યા હતા. ઝડપી બોલરોને નવ વિકેટ મળી હતી, જ્યારે સ્પિનરોને માત્ર ચાર વિકેટ મળી હતી.

KKR vs RR સંભવિત પ્લેઇંગ XI
કોલકાતા: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, વૈભવ અરોરા (ઈમ્પેક્ટ પ્લેયર).
રાજસ્થાન: સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રાયન પરાગ, રોવમેન પોવેલ, ટોમ કોહલર કેડમોર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ, યશસ્વી જયસ્વાલ, ડોનોવન ફરેરા (ઈમ્પેક્ટ પ્લેયર).
KKR vs RR ડ્રીમ-11 ટીમ
- વિકેટકીપર - સંજુ સેમસન
- બેટ્સમેન - શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા
- ઓલરાઉન્ડર - સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રેયાન પરાગ
- બોલર - યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા
- કેપ્ટન - સંજુ સેમસન
- વાઇસ કેપ્ટન - સુનીલ નારાયણ
કોલકાતા નાઈટ રાઈડર્સની સ્કોડ - રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, અનુકુલ રોય, સુયશ શર્મા, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, દુષ્મંથા ચમીરા, શ્રીકર ભરત, ચેતન સાકરિયા, શેરફેન રધરફોર્ડ, સાકિબ હુસૈન, અલ્લાહ ગઝનફર.
રાજસ્થાન રોયલ્સની સ્કોડ - યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (WK/કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, તનુષ કોટિયન, કેશવ મહારાજ. નંદ્રે બર્જર, કુલદીપ સેન, ડોનોવન ફરેરા, શિમરોન હેટમાયર, આબિદ મુશ્તાક, શુભમ દુબે, કુણાલ સિંહ રાઠોડ, નવદીપ સૈની.
નોંધ - આ સમાચારમાં સૂચવેલા નામો અંગે વાચકોએ તેમની વિવેકબુદ્ધિ મુજબ નિર્ણય લેવો જરૂરી છે. આ સમાચાર દ્વારા માહિતી આપવાનું કામ વનઇન્ડિયાએ કર્યું છે. વાચકોએ પોતાના જ્ઞાનના આધારે ટીમ પસંદ કરવી જોઈએ. OneIndia કોઈપણ પ્રકારના દાવાઓને સમર્થન આપતું નથી.












Click it and Unblock the Notifications
