KKR vs SRH : હૈદરાબાદે જીતેલી બાજી ગુમાવી, કોલકત્તાની જીત સાથે શરૂઆત
કોલકત્તા અને હૈદરાબાદ વર્ચે રમાયેલા પહેલા મુકાબલામાં કોલકત્તાએ તેની પહેલી જીત સાથે આઈપીએલ 2024 ની શરૂઆત કરી છે.
આ મુકાબલામાં પહેલી ઈનિંગમાં કોલકત્તાએ 7 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. તેના જવાબમાં હૈદરાબાદ 7 વિકેટ ગુમાવીને 204 રન જ બનાવી શકી.

આ મુકાબલામાં એક સમયે લાગતુ હતું કે હૈદરાબાદ આસાનીથી મેચ હારી જશે. જો કે આ પછી હેનરીચ ક્લાસેનનું તોફાન આવ્યુ અને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી.
જો કે આ મેચમાં તેમ છત્તા જીત હૈદરાબાદના નસીબમાં નહોતી. અહીથી બાજી પલ્ટાઈ અને એક સાથે 2 વિકેટ પડી અને ટીમ અંતિમ ઓવરમાં 13 રન બનાવવામાં નિષ્ફળ રહી.
આ મુકાબલામાં હેનરીચ ક્લાસેને તોફાન મચાવતા 29 બોલમાં 63 રનની જોરદાર ઈનિંગ રમી.
પહેલી ઈનિંગની વાત કરીએ તો તેમાં આંદ્રે રસેલે તોફાની બેટીંગ કરતા માત્ર 25 બોલમાં 64 રન બનાવીને ટીમને 20 પાર પહોચાડી હતી.












Click it and Unblock the Notifications
