Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેએલ રાહુલની ફેન બની પાકિસ્તાની પત્રકાર, આ રીતે કરી પ્રશંસા

કેએલ રાહુલના આ શાનદાર દાવની અસર પાકની સ્પોર્ટ્સ એન્કર જૈનબ અબ્બાસ પર પણ જોવા મળી. તેણે કેએલ રાહુલના આ દાવ પર શાનદાર ટ્વિટ કરતા કહ્યુ કે કેએલ રાહુલનો આ દાવ જોવાની મઝા આવી ગઈ.

આઈપીએલમા રોજ એક ધમાકેદાર દાવ જોવા મળે છે. દરેક બોલ પર રોમાંચ પેદા કરતા આ ખેલમાં કોઈને કોઈ ખેલાડી પોતાની છાપ છોડી જાય છે. બધી ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે. એવામાં કેટલીક ટીમો માટે દરેક મેચ જીતવી ખૂબ જ જરૂરી પણ છે. એક આવો જ ખૂબ જ રોમાંચક મુકાબલો જોવા મળ્યો રાજસ્થાન અને કિંગ્ઝ ઈલેવન પંજાબ વચ્ચે. આ મુકાબલામાં જીત ભલે રાજસ્થાન ટીમની થઈ પરંતુ પંજાબના બેટ્સમેન કેએલ રાહુલના અણનમ 95 રનના દાવે કદાચ આ જીતને ફીકી બનાવી દીધી છે. દરેક જગ્યાએ તેના શાનદાર દાવની લોકો પ્રશંસા કરી રહ્યા છે. આ પહેલા પણ તેણે રાજસ્થાન સાથે થયેલા મુકાબલામાં 84 રન અણનમ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. તેની આ શાનદાર બેટિંગના દિવાના માત્ર ભારતમાં જ નહિ પરંતુ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ છે.

kl rahul

પાકિસ્તાની એન્કરે કરી પ્રશંસા

કેએલ રાહુલના આ શાનદાર દાવની અસર પાકની સ્પોર્ટ્સ એન્કર જૈનબ અબ્બાસ પર પણ જોવા મળી. તેણે કેએલ રાહુલના આ દાવ પર શાનદાર ટ્વિટ કરતા કહ્યુ કે કેએલ રાહુલનો આ દાવ જોવાની મઝા આવી ગઈ. તેમની ટાઈમિંગ ખૂબ સરસ હતી. તમને જણાવી દઈએ કે જૈનબ ઘણીવાર આઈપીએલ અંગે પોસ્ટ કરતી રહે છે. તેણે ઘણા ખેલાડીઓના પ્રદર્શન અંગે ટ્વિટ કર્યુ છે. આ પહેલા તેણે કેપ્ટન કૂલને લઈને પણ ટવિટ કર્યુ હતુ. જૈનબે લખ્યુ હતુ કે, "મહેન્દ્ર સિંહ ધોની માટે દુનિયાને બતાવી દેવાનો આ મોકો છે કે તે હજુ પણ દુનિયાનો શ્રેષ્ઠ ફિનિશનર છે. જૈનબના આ ટ્વિટ બાદ પાકિસ્તાનના યૂઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X