For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજી વનડેમાં સદી ફટકારી લોકેશ રાહુલ આલોચકોની બોલતી બંધ કરી

બીજી વનડેમાં સદી ફટકારી લોકેશ રાહુલ આલોચકોની બોલતી બંધ કરી

|
Google Oneindia Gujarati News

ઈંગ્લેન્ડ સામે બીજી વનડે મેચમાં કેએલ રાહુલે જબરદસ્ત બેટિંગ કરતાં શાનદાર સદી ફટકારી. પહેલાં બેટિંગ કરતાં ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી થઈ. સલામી બેટ્સમેન શિખર ધવન અને રોહિત શર્મા સસ્તામાં આઉટ થઈ ગયા, જે બાદ કેએલ રાહુલ અને કેપ્ટન કોહલીએ સારી બેટિંગ કરી. કેપ્ટન કોહલીએ જ્યાં 66 રન બનાવ્યા જ્યારે કેએલ રાહુલે 108 રનની ઈનિંગ રમી. રાહુલે 114 બોલમાં 108 રનની ઈનિંગ રમી, આ દરમ્યાન તેમણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. વનડે ક્રિકેટમાં કેએલ રાહુલની આ પાંચમી સદી છે. અગાઉ ઈંગ્લેન્ડ સામે પહેલી વનડેમાં પણ રાહુલે ફીફ્ટી ફટકારી હતી.

kl rahul

કેએલ રાહુલે 44મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી. ઈજાગ્રસ્ત શ્રેયસ ઐય્યરની જગ્યાએ કેએલ રાહુલ આજે ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યા અને તેમણે જબરદસ્ત બેટિંગ કરતાં શાનદાર સદી ફટકારતાની સાથે મુશ્કેલીમાં સપડાયેલી ભારતીય ટીમની સ્થિતિ પણ સંભાળી લીધી. આવું કરી પાછલા કેટલાક સમયથી રાહુલના ફોર્મને લઈ ટીકા કરી રહેલા શખ્સોની બોલતી બંધ કરી દીધી છે. સદી લગાવ્યા બાદ કેએલ રાહુલે પોતાના અંદાજમાં જશ્ન મનાવ્યો. હેલમેટ ઉતારી તેને જમીન પર રાખ્યો અને પછી પોતાના બંને હાથ પોતાના કાન પર રાખ્યા, જેના દ્વારા તેઓ મેસેજ પહોંચાડવા માંગતા હતા કે બહાર જે લોકો બોલી રહ્યા છે તેને સાંભળવાને બદલે પોતાના પ્રદર્શન પર ધ્યાન આપે.

જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના કેપ્ટન જૉસ બટલરે ટૉસ જીત્યા બાદ પહેલાં બેટિંગનો ફેસલો લીધો. જે બાદ ભારતીય ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 336 રનનો સ્કોર ખડક્યો. ટીમ તરફથી વિરાટ કોહલી અને ઋષભ પંતે ફીફ્ટી લગાવી. પંતે 40 બોલમાં 77 રનની ઈનિંગ રમી, આ દરમ્યાન તેમણે 7 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા. જ્યારે હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 35 રનની ઈનિંગ રમી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
KL Rahul replied to critics by scoring century in 2nd IND vs ENG ODI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X