પહેલી બે ઓવરમાં જ કોલકાતાને ત્રીજો ઝાટકો, દિનેશ કાર્તિકની વિકેટ પણ ખરી
પહેલી બે ઓવરમાં જ કોલકાતાને ત્રીજો ઝાટકો, દિનેશ કાર્તિકની વિકેટ પણ ખરી
કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આજે આઈપીએલની 46મી મેચ રમાઈ રહી છે. છેલ્લી સાતત ચાર જીત બાદ કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ટૉસ જીતી કેપ્ટન કેએલ રાહુલે કોલકાતાને પહેલાં બેટિંગ કરવા આમંત્રિત કર્યું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ માટે આ કરો યા મરોનો મુકાબલો છે. જો કે કોલકાતાની શરૂઆત બહુ ખરાબ રીતે થઈ. મેક્સવેલે પહેલી જ ઓવરમાં નીતિશ રાણાને પેવેલિયન ભેગો કર્યો હતો. જ્યારે બીજી ઓવરમાં મોહમ્મદ શમીએ રાહુલ ત્રિપાઠી અને દિનેશ કાર્તિકને પેવેલિયન ભેગા કર્યા હતા. 3 ઓવરના અંતે કોલકાતા નાઈટ રાઈડર્સ 3 વિકેટના નુકસાન સાથે 18 રનનો સ્કોર બનાવ્યો છે.












Click it and Unblock the Notifications
