KXIP vs CSK: ધોનીએ રાહુલનો કેચ પકડીને બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ

KXIP vs CSK: ધોનીએ રાહુલનો કેચ પકડીને બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી મેચ આજે દુબઈના મેદાનમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સના મેદાન પર રમાઈ રહી છે. જ્યાં પંજાબની ટીમે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 178 રનનો સ્કોર ખડકી દીધો. પંજાબ માટે કેપ્ટન કેએલ રાહુલે સૌથી વધુ 63 રનની ઈનિંગ રમી.

dhoni

આ દરમ્યાન એક એવો પણ સમય હતો જ્યારે લાગી રહ્યું હતું કે પંજાબની ટીમ આ મેચમાં ઓછામા ઓછા 200 રનનો સ્કોર બનાવશે. જો કે શાર્દુલ ઠાકુરે પોતાની એક ઓવરમાં સતત 2 બોલ પર 2 વિકેટ ખેરવી લેતાં સીએસકેની વાપસી થઈ.

ધોનીએ કેચ લપકતાં જ રેકોર્ડ બન્યો

શાર્દુલ ઠાકુરે ઈનિંગના 18મી ઓવરની પહેલી બોલ પર નિકોલસ પૂરનને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવ્યો અને આગલી જ બોલ પર તેમણે કેપ્ટન રાહુલની વિકેટ ખેરવી જેનો કેચ ધોનીએ લપકી લીધો હતો. ધોનીએ રાહુલનો આ કેચ લપકી રાહુલને પેવેલિયન ભેગો કર્યો. આ કેચની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલના ઈતિહાસમાં વિકેટકીપર તરીકે 100 કેચ પકડવાનો રેકોર્ડ પૂરો કર્યો.

100 કેચ લેનાર બીજા વિકેટકીપર બન્યા ધોની

આની સાથે જ એમએસ દોની આઈપીએલના ઈતિહાસમાં 100 કેચ પકડનાર બીજા વિકેટકીપર બની ગયા છે.ત આ લિસ્ટમાં ધોનીથી આગળ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકનું નામે છે. જેમણે અત્યાર સુધીમાં 103 કેચ પકડ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X