DC vs KXIP: શિખર ધવને ગબ્બર સ્ટાઈલમાં ફટકારી સદી, IPLના 5000 રન પૂરા
DC vs KXIP: શિખર ધવને ગબ્બર સ્ટાઈલમાં ફટકારી સદી, IPLના 5000 રન પૂરા
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની 38મી મેચ આજે દુબઈના મેદાન પર દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાઈ રહી છે, જ્યાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો. દિલ્હી કેપિટલ્સ માટે ટીમે સતત સારી શરૂઆત કરી અને શિખર ધવનની બેટિંગના દમ પર જબરો સ્કોર ખડકી રહી છે.
શિખર ધવને પંજાબ સામે શાનદાર શરૂઆત કરતાં ફરી એકવાર સદી ફટકારી છે. આની સાથે જ ધવને કેટલાય રેકોર્ડ પોતાના નામે કર્યા.

સતત 2 સદી ફટકારનાર ધવન પહેલો ખેલાડી બન્યો
શિખર ધવને પંજાબ વિરુદ્ધ પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખ્યું અને આઈપીએલની 13મી સીઝનમાં પોતાની સતત ચોથી ફીફ્ટી પૂરી કરી. આની સાથે શિખર ધવને સતત 2 ઈનિંગમાં સદી ફટકારના આઈપીએલનો પહેલો ખેલાડી બની ગયો છે.
શિખર ધવને 61 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની બીજી સદી પૂરી કરી અને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આઈપીએલના 13 વર્ષના ઈતિહાસમાં ધવન પહેલાં આ કારનામું એકેય ખેલાડીએ નહોતું કર્યું. જો કે જોસ બટલર 2018માં સતત બે ઈનિંગમાં સદી બનાવવાથી ક્રમશઃ પાંચ રન અને છ રનથી ચૂકી ગયા હત. અને શેન વોટ્સને સતત બે ઈનિંગમાં ક્રમશઃ 101 અને 98 રન બનાવ્યા હતા.

સતત 50+ ઈનિંગના મામલે ધવન બીજા નંબરે
એટલું જ નહિ ધવન માટે આ સીઝનમાં ચોથી 50+ ઈનિંગ છે, જેની સાથે જ તેઓ એક ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. આઈપીએલમાં સતત સૌથી વધુ ફીફ્ટી લગાવનાર ખેલાડીઓની યાદીમાં ધવન બીજા નંબરે આવી ગયો છે.
આ લિસ્ટમાં વીરેન્દ્ર સહેવાગ (2012), જોસ બટલર (2018), ડેવિડ વોર્નર (2019) સતત પાંચ ફીફ્ટી સાતે પહેલા નંબર પર છે, જ્યારે શિખર ધવન (2020), કેન વિલિયમસન (2018), અને વિરાટ કોહલી (2014) સતત ચાર 50+ ઈનિંગ રમનાર ખેલાડીઓ બીજા નંબરે છે.

સૌથી તેજ 5000 રન બનાવનાર ત્રીજો ખેલાડી
આની સાથે જ ધવને આઈપીએલમાં પોતાના 5000 રન પૂરા કરી લીધા છે. ધવને આઈપીએલમાં પોતાના 5000 રન પૂરા કરવા માટે 168 ઈનિંગનો સહારો લીધો અને સૌથી તેજીથી આ આંકડાને અડતો ત્રીજો ખેલાડી બની ગયો છે.
આ યાદીમાં ડેવિડ વોર્નર 135 ઈનિંગમાં 5037 રન સાથે પહેલા નંબર પર છે, જ્યારે વિરાટ કોહલીએ 5000ના આંકડાને પૂરા કરવા માટે 157 ઈનિંગનો સહારો લીધો. હાલ તેઓ 5759 રન સાથે પહેલા નંબર પર છે.
સુરેશ રૈનાએ 173 ઈનિંગમાં જ્યારે રોહિત શર્માએ 187 ઈનિંગમાં પોતાના 5000 રન પૂરા કર્યા. હાલ આઈપીએલમાં સુરેશ રૈના 5368 રન સાથે બીજા નંબરે અને રોહિત શર્મા 5158 રન સાથે ત્રીજા નંબરે છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી






Click it and Unblock the Notifications
