LSG vs DC : લખનૌએ ટોસ જીત્યો, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય
લખનૌમાં રમાવા જઈ રહેલા લખનૌ સુપર જાયન્ટ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના મુકાબલામાં લખનૌએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેનો મુકાબલો ખાસ છે. દિલ્હી કેપિટલ્સ તેની છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ ગુજરાત સામે જીત નોંધાવ્યા બાદ આ મેચ માટે મેદાનમાં ઉતરશે.

લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હીની ટીમનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. દિલ્હી કેપિટલ્સ હજુ પણ લખનૌ સામેની પ્રથમ જીતની શોધમાં છે. IPLના ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક પણ મેચ જીતવામાં સફળ રહી નથી.
દિલ્હી કેપિટલ્સ અને લખનૌ વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે, લખનૌએ ત્રણેય મેચમાં દિલ્હીને હરાવ્યું છે.
આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત અને ડેવિડ વોર્નર ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે. જો આ બંને ખેલાડીઓ દિલ્હી તરફથી વધુ સારું પ્રદર્શન કરે 0તો ટીમની જીતવાની તક વધી જશે.
બીજી તરફ, લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલનું ફોર્મ અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. કેએલ રાહુલ હજુ પણ આઈપીએલ 2024માં પોતાનું ફોર્મ શોધી રહ્યો છે. આ સ્થિતિમાં આ મેચમાં તેની પાસેથી મોટા સ્કોરની અપેક્ષા રહેશે.












Click it and Unblock the Notifications
