LSG vs MI : રોમાંચક મુકાબલામાં લખનૌની જીત, પ્લેઓફની રેસ રોમાંચક સ્ટેજમાં પહોંચી
લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલા લો સ્કોરર મુકાબલામાં લખનૌએ મુંબઈને હરાવીને પ્લેઓફમાં પોતાને મજબુત બનાવ્યુ છે.
આ મુકાબલામાં મુંબઈએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 144 રન બનાવ્યા હતા. લખનૌએ આ મુકાબલો 4 વિકેટે જીતી લીધો.

મુંબઈ પહેલા બેટિંગ કરતા લડખડાતી જોવા મળી. એક પછી એક વિકેટો પડતી રહી અને ટીમ 144 રન જ બનાવી શકી. મુંબઈ માટે નેહલ વઢેરાએ સૌથી વધુ 46 રન બનાવ્યા.
બીજી તરફ લખનૌએ શાનદાર બોલિંગ કરી. લખનૌ તરફથી બોલિંગ કરતા મોહસીન ખાને 2 વિકેટ લીધી
બીજી તરફ બીજી ઈનિંગમાં લખનૌની શરૂઆત સારી નહોતી રહી. જો કે આ પછી ઈનિંગ સંભાળી અને જીત સુધી પહોંચી. લખનૌ તરફથી ફરી એક વખત માર્કસ સ્ટોઈનિસે શાનદાર ઈનિંગ રમી. તેણે 62 રનની શાનદાર ઈનિંગ રમી.












Click it and Unblock the Notifications
