For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખમાં 15 ઓગસ્ટે ત્રિરંગો ફરકાવશે લેફ્ટિનેંટ કર્નલ એમએસ ધોની

લદ્દાખમાં 15 ઓગસ્ટે ત્રિરંગો ફરકાવશે લેફ્ટિનેંટ કર્નલ એમએસ ધોની

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 ખતમ થઈ ચૂક્યો છે અને હવે લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની લદ્દાખમાં ત્રિરંગો ફરકાવ માટે તૈયાર છે. જાણકારી મુજબ ધોની 15 ઓગસ્ટે એટલે કે સ્વતંત્રતા દિવસે લદ્દાખમાં ઝંડો ફરકાવશે. ટેરિટોરિયલ આર્મીમાં લે. કર્નલના રેંક પર સેવા આપી રહેલ ધોની 30 જુલાઈએ કાશ્મીર પહોંચ્યા હતા અને તેઓ ટ્રૂપ્સ સાથે રહી રહ્યા ચે. ધોનીએ ખુદ કાશ્મીરમાં સર્વિસ માટે સેનાને અનુરોધ કર્યો હતો.

ધોની સેનાના બ્રાન્ડ એમ્બેસેડર

ધોની સેનાના બ્રાન્ડ એમ્બેસેડર

ધોની હાલ કાશ્મીરમાં પેટ્રોલિંગ, ગાર્ડ ડ્યૂટી અને આવા પ્રકારની ડ્યૂટીઝને જવાનો સાથે પૂરી કરી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે ધોની સેનાની સ્પેશિયલ ફોર્સેઝ સાથે પણ ટ્રેનિંગ કરશે. ધોની જવાનોના બેરેકમાં રહી રહ્યા છે અને તેઓ અન્ય યૂનિટની સાથે જ સવારે પાંચ વાગ્યે ઉઠી જાય છે. અલગ રૂમ હોવા છતાંપણ તેઓ અન્ય જવાનોની સાથે જ રહી રહ્યા છે. એક આર્મી ઑફિસરે જણાવ્યું કે ધોની ઈન્ડિયન આર્મીના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમણે યૂનિટના અન્ય સભ્યોને પ્રેરિત કરવાનું કામ કર્યું છે.

વર્ષ 2011માં સેનાનો ભાગ બન્યા હતા

વર્ષ 2011માં સેનાનો ભાગ બન્યા હતા

ધોનીએ વર્ષ 2011માં ટેરિટોરિયલ આર્મી જોઈન કરી હતી. તેમની સાથે જ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિન્દ્રા પણ ટેરિટોરિયલ આર્મીમાં સામેલ થયા હતા. ધોની પાસે લેફ્ટિનેન્ટ કર્નલની માનદ ઉપાધી છે અને તેઓ પેરાશૂટ રેજીમેન્ટની 106 પેરા બટાલિયનના સભ્ય છે. ધોનીને કેટલીયવાર આર્મી યૂનિફોર્મમાં જોવામાં આવી ચૂક્યા છે. પાછલા વર્ષે જ્યારે ધોનીને પદ્મ સન્માન મળ્યું તો તે સમયે પણ તેઓ ઑફિસરની જેમ યૂનિફોર્મમાં જ સન્માન લેવા ગયા હતા.

વિક્ટર ફોર્સ સાથે જોડાયા ધોની

વિક્ટર ફોર્સ સાથે જોડાયા ધોની

ધોની હાલ ટીએની 106 બટાલિયન સેનાની વિક્ટર ફોર્સ યૂનિટનો ભાગ છે. ધોનીએ આગામી વેસ્ટઈન્ડિઝ સીરિઝથી ખુદનું નામ પરત લઈ લીધું હતું. પ્રવાસ પર જવાને બદલે તેમણે ટેરિટોરિયલ આર્મી સાથે સર્વિસ આપવાનું પસંદ કર્યું. વિક્ટર ફોર્સ કાશ્મીરના સૌથી વધુ આતંકી પ્રભાવિત જિલ્લા જેવા કે શોપિયા અને અનંતનાગમાં કામ કરે છે.

લદ્દાખ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું

લદ્દાખ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું

પાંચ ઓગસ્ટે જ્યારે સરકારે જમ્મુ અને કાશ્મીરથી કલમ 370 હટાવવાનું એલાન કર્યું હતું તો લદ્દાખને એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. લદ્દાખ અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરનો જ ભાગ હતું. જ્યાં જમ્મુ અને કાશ્મીરમાં પોતાની એક વિધાનસભા છે જ્યારે લદ્દાખમાં આવું કંઈ નહી હોય.

<strong>રિષભ પંતે કર્યો ખુલાસો- વારંવાર ટીમમાં કેમ મળે છે મોકો, જુઓ Video </strong>રિષભ પંતે કર્યો ખુલાસો- વારંવાર ટીમમાં કેમ મળે છે મોકો, જુઓ Video

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
lt colnel ms dhoni will unfurl triranga in ladakh on 15th august
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X