મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ની તૈયારી કરી શરૂ, ગ્રાઉન્ડ પર સિક્સર મારતો જોવા મળ્યો

મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલ માટે તૈયારી શરૂ કરી દિધી છે. ચૈન્નઇ સુપરકિંગ્સ માટે આ વખતે તે કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

MS Dhoni Practice Video Viral: આઇપીએલની તૈયારી શરૂ થઇ ગઇ છે અને ટીમો તરફથી પ્રેક્ટીસ પણ કરવામાં આવી રહી છે. ચૈન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પણ પોતાની તૈયારી કરી લીધી છે. ધોનીએ નેટ સેશનમાં જોરદાર બેટિંગ કરી હતી. અને આગામી સીજનમાં તે કોઇ કમી છોડવા નથી માંગતા કેપ્ટન સિવાય ધોનીનું બેટિંગથી ફણ યોગદાન આપવાનુ છે. એટલા જ માટે તે નેટમાં અભ્યાસ કરી રહ્યા છે. એવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમા ધોની સિક્સર મારવાનો અભ્યાસ કરી રહ્ય છે.

IPL

નેટ અભ્યાસના આ વિડિયોમાં ધોનીએ લાંબા શોટ રમવાની પ્રેક્ટીસ કરી હતી. સ્પિનરો વિરુદ્ધ મોટી શોટ રમવા માટે તે પોતાના નેટ અભ્યાસમાં એક બોલને લોંગ ઓફ તરફ હવામાં મોકલે છે. ત્યાર બાદ મીડ વિકેટ તરફ પણ જોરદાર ટાવરીંગ શોટ રમતો નજર આવે છે. તેમના શોટ્સને વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે.

ગયા વર્ષે ચૈન્નઇ સુપરકિંગ્સે પ્રદર્શન ખરાબ રહ્યુ હતુ. ટીમમાં પ્લેઓફમાં પણ નહોતી જઇ શકી. ત્યારબાદ માહીએ વર્ષ 2023 માં ચૈન્નઇથી રમવાની વાત કરી હતી. હવે ખુદને તૈયાર કરી રહ્યા છે. ગયા વર્ષે રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનવામાં આવ્યો હતો .પરંતુ લગાતાર હાર બાદ ફરી ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફેન્સને પણ રાહ જોઇ રહ્યા છે કે, માહી આ વખતે શુ ધમાકો કરશે.

આઇપીએલમાં મહેન્દ્રી સિહ ધોનીએ અત્યાર સુધીમાં 234 મુકાબલા રમ્યા છે. આ મેચોમાં તેના બેટથી 4978 રન બનાવ્યા છે. તે પોતાના લાંબા છક્કા મારવા માટે જાણિતો છે. સારી બેટિંગ સિવાય ધોની આઇપીએલમાં સફળ કેપ્ટન તરીકે પણ જોવામાં આવે છએ. તેણે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં ચાર વાર ચૈન્નઇને પોતાની કેપ્ટનશીપમાં વિજય બનાવી છે. રોહિત શર્મા પાંચ સાથે તેના કરતા આગળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X