આઇસીસી મહિલા વિશ્વકપ ક્વોલિફાયર ટીમની કેપ્ટન મિતાલી રાજ

Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઇસીસી મહિલા વિશ્વકપ ક્વોલિફાયર માટે ભારતીય ટીમની ઘોષણા કરી દીધી છે. મિતાલી રાજને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. આ ક્રિકેટ ટુર્નામેંટ કોલંબોમાં 3 થી 21 ફેબ્રુઆરી વચ્ચે આયોજિત કરવામાં આવશે. આ પહેલા ભારતીય ટીમે એશિયા કપ ટી-20 ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો. ટીમની આગામી મોટી ઇવેંટ વર્લ્ડકપ ક્વોલિફાયર છે.

mithali

બીસીસીઆઇએ 14 સભ્યોની ટીમની ઘોષણા કરી. જે ખેલાડીઓને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે તેમના નામ છે - મિતાલી રાજ(કેપ્ટન), હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, થિરુશ કામિની, વેદ કૃષ્ણમૂર્તિ, દેવિકા વૈદ્ય, સુષ્મા વર્મા (વિકેટકીપર), ઝૂલન ગોસ્વામી, શિખા પાંડે, સુકન્યા પરિદા, પૂનમ યાદવ, એકતા વિશ્ટ, રાજેશ્વરી ગાયકવાડ દિપ્તી શર્મા.

આ ટીમમાં એ દરેક મહત્વપૂર્ણ ખેલાડીઓને જગ્યા મળી છે જેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલ મહિલા ટી-20 એશિયા કપ 2016 ના ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ખિતાબ સુરક્ષિત રાખવાની ભૂમિકા નિભાવી હતી. મિતાલી રાજને કેપ્ટન અને હરમનપ્રીતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. બિગ બૈશ લીગમાં હરમનપ્રીતે શાનદાર પ્રદર્શન કર્યુ છે. આ ટીમમાં વનિતા બીઆરને સામેલ કરવામાં નથી આવી કે જે એશિયા કપ ટી-20 માં સામેલ હતી.

વર્લ્ડ કપ ક્વોલિફાયર ચેમ્પિયનશીપમાં ભારત ગ્રુપ એ માં છે જેમાં તેની સાથે શ્રીલંકા, આયરલેંડ, ઝિમ્બાબ્વે અને થાઇલેંડ છે. ગ્રુપ બીમાં સાઉથ આફ્રિકા સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ, સ્કોટલેંડ અને પાપુઆ ન્યૂ ગીની છે. 7 ફેબ્રુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમ, દક્ષિણ આફ્રિકાની ટીમની સાથે વોર્મઅપ મેચ રમશે. ઇંગ્લેંડમાં 26 જૂન, 2017 ના રોજ આઇસીસી મહિલા વર્લ્ડ કપ શરુ થશે. તેની ફાઇનલ લોર્ડ્સના મેદાન પર 23 જુલાઇએ રમાશે.

English summary
Mithali Raj is made the captain of 14 member Indian squad for the ICC Women's World Cup Qualifiers to be held in Colombo in February.
Please Wait while comments are loading...