For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે MSP કમિટી માટે માંગ્યા 5 નેતાઓના નામ, 4 ડિસેમ્બરે સમેટાઇ શકે છે આંદોલન

કેન્દ્ર સરકાર હવે ખેડૂત આંદલોનને કોઈપણ સંજોગોમાં પૂરું કરવા માટે એક્શનમાં આવી ગઈ છે. લોકસભા અને રાજ્યસભામાં ત્રણેય કૃષિ સુધારા કાયદા પાછા ખેંચવા આવ્યા તેમ છતાં ધરણા સ્થળે બેઠેલા ખેડૂત સંગઠનોની MSP કાયદાની માગ અંગે પણ કાર

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર હવે ખેડૂત આંદલોનને કોઈપણ સંજોગોમાં પૂરું કરવા માટે એક્શનમાં આવી ગઈ છે. લોકસભા અને રાજ્યસભામાં ત્રણેય કૃષિ સુધારા કાયદા પાછા ખેંચવા આવ્યા તેમ છતાં ધરણા સ્થળે બેઠેલા ખેડૂત સંગઠનોની MSP કાયદાની માગ અંગે પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ માટે કેન્દ્ર સરકારે MSP કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આ કમિટીમાં સામેલ થવા માટે સંયુક્ત કિસાન મોરચા (SKM)માંથી 5 ખેડૂત નેતાના નામ માગવામાં આવ્યા છે. ખેડૂત નેતા મનજીત સિંહ રાયે કહ્યું કે આવતીકાલે કમિટીમાં સામેલ થનારા ખેડૂત નેતાના નામની યાદી જાહેર કરવામાં આવી શકે છે.

Farmers

સિંધુ બોર્ડર પર મંગળવારે સાંજે 32 ખેડૂત નેતાઓ તરફથી યોજવામાં આવેલી બેઠક હવે પૂરી થઈ ગઈ છે. બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યું કે મોટાભાગના ખેડૂત સંગઠન હવે આંદોલનનો અંત આવે તેની તરફેણમાં છે, જોકે રાકેશ ટિકૈત અને ગુરનામ ચઢની આંદોલનને આગળ વધારવા માટે અડગ છે. હવે 4 ડિસેમ્બરના રોજ SKMની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં આંદોલન પાછું ખેંચવા અંગે જાહેરાત થઈ શકે છે.

ખેડૂત નેતા સતમાન સિંહે દાવો કર્યો કે સરકારે અમારી દરેક માગ માની લીધી છે. 4 ડિસેમ્બરે આંદોલન પરત લેવાની જાહેરાત કરી શકે છે. તેઓએ કહ્યું કે ગૃહ મંત્રાલયના દરેક પ્રદેશના મુખ્યમંત્રીને કેસ પરત લેવાનો પ્રસ્તાવ મોકલી દીધો છે. હરિયાણાના ખેડૂત નેતા 1 ડિસેમ્બરથી મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની સાથે બેઠક કરશે. સતનામ સિંહ મુજબ મનોહરલાલ ખટ્ટરની સાથે મુલાકાતમાં આંદોલન દરમિયાન કિસાન વિરૂદ્ધ કેસ પાછા ખેંચવાને લઈને ચર્ચા થશે.

બેઠક બાદ ખેડૂત નેતા હરિંદર સિંહ લક્ખોવાલે કહ્યું કે કેન્દ્ર સરકારે અમારી પાસે 5 સભ્યોની યાદી માગી છે. અમે એક-બે દિવસમાં યાદી સોંપી દેશું. હવે 4 ડિસેમ્બરના રોજ અમે સંયુક્ત કિસાન મોરચાની બેઠક બોલાવવામાં આવશે. ત્યારબાદ ખેડૂત આંદોલન અંગે નિર્ણય લેવામાં આવશે.

કેન્દ્ર સરકારે 3 કૃષિ સુધારા કાયદા પાછા ખેંચ્યા બાદ સિંધુ બોર્ડર પર ખેડૂતો પરત ફરવા સક્રિય થઈ રહ્યા છે. ખેડૂતો સામાનનું પેકિંગ કરી રહ્યા છે, જોકે તેમનું કહેવું છે કે બોર્ડર ત્યારે જ છોડશું કે જ્યારે સંયુક્ત કિસાન મોરચા તરફતી તે અંગે ઓપચારિક જાહેરાત કરવામાં આવશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Modi government seeks names of 5 leaders for MSP committee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X