શમી પત્ની હસીન જહાં ને મળ્યા નહીં, માત્ર દીકરી સાથે જ રમ્યા

Posted By:
Subscribe to Oneindia News

મોહમ્મદ શમીની પત્નીએ ફરી એકવાર તેમના પર આરોપો લગાવવાનું ચાલુ કરી દીધું છે. કાર એક્સીડંટ માં ઘાયલ શમી આરામ કરી રહ્યા હતા. શમીને જોવા માટે હસીન જહાં દિલ્હી ગયી હતી. પરંતુ શમીએ તેને મળવાની ના પાડી દીધી. મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાં વચ્ચે તકરાર ઓછી નથી થઇ રહી. આપણે જણાવી દઈએ કે મોહમ્મદ શમી એક રોડ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા અને તેમને ટાંકા પણ લેવા પડ્યા હતા.

હસીન જહાં એ ફરી આરોપો લગાવ્યા

હસીન જહાંએ શમી સાથે મળ્યા પછી મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે શમીએ કહ્યું છે કે તેઓ અદાલતમાં મને જોઈ લેશે. એએનઆઈ ઘ્વારા સાંજે 6 વાગ્યે હસીન જહાંના હવાલા ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે હસીન જહાં ઘાયલ શમીને મળવા આવી હતી. પરંતુ શમીએ તેને મળવાથી ઇન્કાર કરી દીધો અને ધમકી આપી કે તેઓ તેને કોર્ટમાં જોઈ લેશે.

દીકરીને મળ્યા શમી

હસીન જહાં ઘ્વારા જણાવ્યું કે શમી તેમની દીકરી સાથે મળ્યા દીકરી સાથે તેઓ રમ્યા પરંતુ મારી સાથે સીધા મોઢે વાત પણ નથી કરી. શમીની માતા એક બોડીગાર્ડ મુજબ વર્તન કરી રહી હતી.

સુલેહ માટે દિલ્હી નથી આવી

સુલેહ માટે દિલ્હી નથી આવી

આપણે જણાવી દઈએ કે કોલકાતા થી દિલ્હી જતા સમયે જ હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ કોઈ પણ પ્રકારના સુલેહ માટે દિલ્હી નથી જઈ રહ્યા. તેઓ ખાલી પોતાની દીકરી અને શમીને મેળવવામાં માટે જઈ રહ્યા છે.

તેઓ મારા પતિ અને દીકરીના પિતા છે

તેઓ મારા પતિ અને દીકરીના પિતા છે

હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેમની દીકરીને પિતાના એક્સીડંટ વિશે માહિતી મળી ત્યારથી તે રડી રહી હતી. તેમને કહ્યું કે મારી મુલાકાત થી કઈ જ બદલી શકે નહીં પરંતુ હજુ પણ તેઓ મારા પતિ છે અને મારી દીકરીના પિતા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Mohammed shami refuses meet wife hasin played with daughter

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.