For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોના કારણે બદલાઈ ગઈ જિંદગી, મોહમ્મદ શમીએ કર્યો ખુલાસો

શમી માટે જો જોવામાં આવે તો તેમના માટે છેલ્લા 18 મહિના ખૂબ જ વિવાદોથી ભરેલા રહ્યા. પરંતુ શમીએ પોતાને આવી સ્થિતિમાં નબળા ન પડવા દીધા.

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ વિશ્વકપમાં અત્યાર સુધી 2 મેચ રમી છે. બંને મેચમાં તેમણે ટીમને જીતાડવા માટે મહત્વની ભૂમિકા નિભાવી. ભારતે પોતાની અંતિમ મેચમાં વિંડીઝને 125 રનથી હરાવી જેમાં શમીએ 4 વિકેટ ઝડપી. શમી માટે જો જોવામાં આવે તો તેમના માટે છેલ્લા 18 મહિના ખૂબ જ વિવાદોથી ભરેલા રહ્યા. વિવાદ પણ એવા કે તેમાંથી જલ્દી બહાર નીકળવુ કોઈ સેલિબ્રિટી માટે સરળ ના રહેત. પરંતુ શમીએ પોતાને આવી સ્થિતિમાં નબળા ન પડવા દીધા. વિંડીઝ સામે મેચ બાદ પણ શમીએ કહ્યુ કે તેમની જિંદગી અને તેમના પ્રદર્શનમાં ફેરફાર આવવા માટે તે પોતે જ એક કારણ બન્યા છે. હું પોતાને તેનો પૂરો શ્રેય આપુ છુ.

mohammed shami

શમીએ કહ્યુ, 'મારી સફળતાનો શ્રેય મને પોતાને જ જાય છે કારણકે મારે આ બધુ સહન કરવુ પડ્યુ. ભગવાનનો આભાર માનુ છુ કે તેમણે મને આ બધાથી (પારિવારિક મુદ્દાઓથી લઈને ફિટનેસ સુધી) લડવાની તાકાત આપી. હવે હું માત્ર દેશ માટે સારુ રમવા પર ધ્યાન આપી રહ્યો છુ. આ માત્ર યો યો ટેસ્ટમાં નિષ્ફળતા વિશે નહોતુ. એવો પણ સમય હોય છે જ્યારે તમારી રિધમ બગડી જાય છે. હું નિષ્ફળ રહ્યો એ અલગ વાત છે પરંતુ પછી મે ખૂબ મહેનત કરી અને પોતાની ફિટનેસમાં સુધારો કર્યો. મને લાગે છે કે હું હવે સારી લયમાં છુ કારણકે મે વજન ઘટાડ્યુ છે. હવે મારા માટે બધુ બરાબર ચાલી રહ્યુ છે.'

શમી અત્યાર સુધી રમેલી 2 મેચોમાં 8 વિકેટ લઈ ચૂક્યા છે. તેમના નામ હેટ્રિક પણ નોંધાઈ ચૂકી છે જે તેમણે અફઘાનિસ્તાન સામે કરી હતી. આ મેચમાં પણ શમીએ 4 શિકાર જ કર્યા હતા. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થઈ ગયા બાદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં રમવાનો મોકો મળ્યો જેમાં તેમણે પોતાને સાબિત કર્યા. ઉલ્લેખનીય છે કે શમીની પત્ની હસીન જહાંએ ગયા વર્ષે શમી પર મારપીટ તેમજ નાજાયઝ સંબંધા આરોપ લગાવ્યા હતા. વિંડીઝ સામે જીત બાદ પણ હસીને શમી પર આરોપ લગાવવાનું ચાલુ રાક્યુ. તેણે શમીને ટિક-ટોક પર છોકરીઓના વીડિયો જોવા પર લફંગો ગણાવ્યા.

આ પણ વાંચોઃ Video: ટેક ઑફ કરતી વખતે પક્ષી સાથે ટકરાયુ જગુઆર, પાયલટની સૂઝબુઝથી બચ્યા જીવનઆ પણ વાંચોઃ Video: ટેક ઑફ કરતી વખતે પક્ષી સાથે ટકરાયુ જગુઆર, પાયલટની સૂઝબુઝથી બચ્યા જીવન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
mohammed shami told whose changed his life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X