Mohammed shami : ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર ઉતરશે મોહમ્મદ શમી? જાણો શું કહ્યું BCCI એ?

Mohammed shami : ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સામે સતત સંઘર્ષ કરી રહી છે.

આ સ્થિતી વચ્ચે સતત મોહમ્મદ શમીને યાદ કરવામાં આવી રહ્યો છે. વર્લ્ડ કપ બાદથી ટીમ બહાર રહેલો મોહમ્મદ શમી મેદાન પર વાપસી કરવા સતત ફિટનેસ પર કામ કરી રહ્યો છે.

Mohammed shami

છેલ્લા ઘણા સમયથી મોહમ્મદ શમીના પરત ફરવાના અહેવાલો વચ્ચે હવે બીસીસીઆઈએ સત્તાવાર રીતે મોહમ્મદ શમીની ફિટનેસને લઈને પ્રતિક્રિયા આપી છે.

બીસીસીઆઈએ તેની એક પ્રેસ રિલીઝમાં જણાવ્યુ કે, સેન્ટર ઓફ એક્સેલન્સમાં બીસીસીઆઈની મેડિકલ ટીમ મોહમ્મદ શમીની જમણી એડી પર સર્જરી બાદ તેની રિકવરી અને રિહેબિલિટેશન પર કામ કરી રહી છે. શમી આ હીલની સમસ્યામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયો છે.

કામના ભારણને કારણે સાંધા પર વધુ પડતા ભારને કારણે તેના ડાબા ઘૂંટણમાં થોડો સોજો આવી ગયો હતો. BCCIની મેડિકલ ટીમે બોલિંગ લોડ માટે વધુ સમય આપવાની જરૂરિયાત સૂચવી છે. આ કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની બે મેચો માટે તે લિસ્ટમાં નથી.

બોર્ડે જણાવ્યુ કે, શમીએ એમપી સામેની રણજી મેચમાં બંગાળ માટે 34 ઓવર ફેંકી હતી અને બાદમાં સૈયદ મુશ્તાક અલી માટે 9 મેચોમાં પણ જોવા મળ્યો હતો. આમાં તેને ટેસ્ટ મેચોની તૈયારીના ઉદ્દેશ્ય સાથે વધારાના બોલિંગ સત્રોમાં ભાગ લીધો હતો.

હાલ મોહમ્મદ શમી મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ વર્ક ચાલુ રાખશે. આ સાથે તે પોતાની બોલિંગ માટે જરૂરી બાબતો માટે પ્રયાસ કરશે. આ સિવાય વિજય હજારે ટ્રોફીમાં તેનું રમવું તેના ઘૂંટણની સ્થિતિ પર નિર્ભર રહેશે.

હાલની સ્થિતીએ શમી ફરી ઈજાગ્રસ્ત છે અને ફિટનેસ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. પરત આવવાની રાહ લાંબી થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X