Mohammed Siraj Girlfriend : કોણ છે માહિરા શર્મા? જેના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો મોહમ્મદ સિરાજ

Mohammed Siraj Girlfriend : હાલમાં મિડિયા અને સોશિયલ મીડિયા પર મોહમ્મદ સિરાજની ખુબ ચર્ચા છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજનું નામ એક ખૂબસૂરત હસીના સાથે જોડાઈ રહ્યું છે.

સમાચારો પર પર વિશ્વાસ કરીએ તો મોહમ્મદ સિરાજ જાણીતી ટીવી અભિનેત્રી માહિરા શર્માના પ્રેમમા ઘાયલ થયો છે અને બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

Mohammed Siraj Girlfriend

Mahira sharma : કોણ છે માહિરા શર્મા?

માહિરા શર્મા જાણીતી ભારતીય અભિનેત્રી અને મોડેલ છે. તેણીનો જન્મ 25 નવેમ્બર 1997ના રોજ થયો છે અને હાલ તે 27 વર્ષની છે. માહિરાએ પોતાના કરિયરની શરૂઆત 2014માં સુપરહિટ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી કરી હતી.

માહિરા શર્માને નાગિન 3 અને કુંડળી ભાગ્ય જેવી ટીવી સીરિયલ્સથી ઓળખ મળી. માહિરાને સાચી ઓળખ બિગ બોસ 13 શોમાં ભાગ લીધા પછી મળી જ્યાં તે ચર્ચામાં આવી હતી. આ શો દરમિયાન માહિરા અને પારસ છાબડાની કેમિસ્ટ્રી ખૂબ ચર્ચામાં હતી.

Mahira Sharma-Mohammed Siraj Affair : માહિરા શર્મા અને મોહમ્મદ સિરાજ

અહેવાલો અનુસાર, માહિરા શર્મા અને ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજની નજીકીઓ વધી રહી છે. બંને એકબીજાને નવેમ્બર 2024થી જાણે છે અને સોશિયલ મીડિયા પર પણ એકબીજાને ફોલો કરે છે. જો કે, હજુ સુધી બંનેએ તેમના સંબંધને લઈને કોઈ ઘોષણા કરી નથી., ફેન્સ અને મિડિયા દ્વારા આ સંબંધ વિશે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે.

Mahira Sharma Career : માહિરા શર્માનું કરિયર

માહિરા શર્માએ 50 કરતાં વધુ મ્યુઝિક વીડિયો કર્યા છે અને સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તેની સુંદરતા અને અભિનયને કારણે યુવા પેઢીમાં તેઓ ખૂબ જ પ્રખ્યાત છે. તે ઘણી વખત બોલિવૂડ પાર્ટીઓ અને ઇવેન્ટમાં જોવા મળે છે.

Mohammed Siraj Affair : મોહમ્મદ સિરાજ કરિયર

મોહમ્મદ સિરાજ ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના બોલર છે. તેણે ભારત માટે ઘણા મહત્વપૂર્ણ મેચોમાં યોગદાન આપ્યું છે અને પોતાની ફાસ્ટ બોલિંગ માટે ઓળખાય છે. તેમણે IPLમાં પણ પોતાના પ્રદર્શન દ્વારા લોકોનું દિલ જીત્યું છે.

હજુ સુધી માહિરા અને સિરાજે તેમના સંબંધ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તેમ છતાં બંનેની નજીકીઓ અને મિડિયા રિપોર્ટ અનુસાર તેમના વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની શક્યતા છે. જો આ સત્ય હોય તો આ એક નવી અને જોડી બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X