For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં બૂટ પૉલિસ કરી રહ્યા છે ધોની, ફેન્સને પસંદ આવી કર્નલની સાદગી

કાશ્મીરમાં બૂટ પૉલિસ કરી રહ્યા છે ધોની, ફેન્સને પસંદ આવી કર્નલની સાદગી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર મજાક મજાકમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ફરી એકવાર બેસ્ટ ફિનિશર કહેવામાં આવી રહ્યા છે. હાલ ધોની કાશ્મિરમાં છે પોતાની ટેરિટોરિયલ આર્મી સાથે સમય વિતાવી રહ્યા છે. આ દરમિયાન કાશ્મીરને લઈ આર્ટિકલ 370 પણ હટી ગયો છે. એવામાં ધોની ફેન્સનું માનવું છે કે ધોનીએ અહીં પણ ફિનિશિંગ દેખાડી દીધું છે. આ વચ્ચે ધોનીનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતાના સહ સૈન્યકર્મીઓની સાથે વૉલીબૉલ રમતા જોવા મળી રહ્યા છે. હવે ધોનીની એક તસવીર કાશ્મીરથી વાયરલ થઈ રહી છે.

ધોનીએ બૂટ પોલિસ કર્યું

ધોનીએ બૂટ પોલિસ કર્યું

પાછલી વખતે જ્યારે ધોનીનો વીડિયો વાયરલ થયો તે સમયે તેઓ સામાન્ય કપડામાં જોવા મળી રહ્યા હતા. આ ફોટોમાં ધોની સૈન્ય વરદીમાં જોવા મળી રહ્યા છે. આ તસવીર ધોનીની સાદગીનું ચરમ ઉદાહરણ પણ રજૂ કરે છે. ધોની આ ફોટોમાં પોતાના બૂટ પર પૉલિસ કરતા જોવા મળી રહ્યા છે. જે રૂમમાં ધોની પોતાના બૂટ પૉલિસ કરી રહ્યા છે તે પણ સૈન્યકર્મીઓનો સામાન્ય રૂમ છે. આ રૂમમાં પાછળ લાગેલ પલંગ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઠીક એવું જ છે જેવું સામાન્ય ભારતીયના ઘરમાં મળે.

વૉલીબૉલ રમતો વીડિયો

નિશ્ચિત રીતે ધોની હવે આવા પ્રકારની સામાન્ય જિંદગી નથી જીવતા. ક્રિકેટે તેમને દોલત અને શોહરત બંને આપ્યા છે પરંતુ હકિકત એ છે કે ધોનીનું સ્ટારડમ તેમની અંદરના સામાન્ય માણસથી ક્યારેય જીતી ન શક્યું. તેમનું તાજેતરનું જ સૈન્ય ટ્રેનિંગ સત્ર આ વાતનું વધુ એક પ્રમાણ છે. આ દરમિયાન તમે ધોનીનો વૉલીબૉલ રમતો વીડિયો પણ જોઈ શકો છો. અગાઉ બે-ત્રણ સેકન્ડની એક ક્લિપ લીક થઈ હતી.

2 મહિના બાદ ક્રિકેટમાં વાપસી કરશે

2 મહિના બાદ ક્રિકેટમાં વાપસી કરશે

જણાવી દઈએ કે ધોની બે મહિના માટે ક્રિકેટથી બહાર રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ કાશ્મીર ઘાટીમાં 15 દિવસ માટે ભારતીય સૈનિકો સાથે કામ કરશે. 31 જુલાઈએ ધોની કાશ્મીર ઘાટીમાં 106TA બટાલિયનમાં સામેલ થયા. તેઓ 15 ઓગસ્ટ સુધી અહીં રહેશે. ધોની જે બટાલિયનમાં ભાગ લઈ રહ્યા છે અને રખેવાળી કરી રહ્યા છે તે એક વિશેષ બટાલિયન છે. 38 વર્ષના ધોની સેનાની પેરાશૂટ રેજિમેન્ટના સભ્ય છે અને લેફ્ટિનેન્ટ કર્નલના પદ પર તેઓ બધા દાયિત્વ નિભાવી રહ્યા ચે જે એક સામાન્ય સૈન્ય અધિકારી નિભાવે છે. આ દરમિયાન ધોનીને કોઈ વિશેષ સુવિધા આપવામાં નહિ આવે.

કોહલીએ વિંડીઝ વિરુદ્ધની ત્રીજી ટી20માં આપ્યા બે મોટા બદલાવના સંકેત, પંતની છુટ્ટી નક્કીકોહલીએ વિંડીઝ વિરુદ્ધની ત્રીજી ટી20માં આપ્યા બે મોટા બદલાવના સંકેત, પંતની છુટ્ટી નક્કી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ms dhoni boot policing wearing army uniform, pic went viral from kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X