ધોનીને દબાવમાં છોડવી પડી કેપ્ટનશીપ, બીસીએ સેક્રેટરીનો આરોપ

Subscribe to Oneindia News

બિહાર ક્રિકેટ એસોસિએશન (બીસીએ) સેક્રેટરી આદિત્ય વર્માએ આરોપ લગાવ્યો છે કે મહેન્દ્રસિંહ ધોનીએ દબાવમાં આવીને ભારતીય ટીમના કેપ્ટન પદેથી રાજીનામુ આપ્યુ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે 'કેપ્ટન કૂલ' ધોનીએ બીસીસીઆઇના જોઇંટ સેક્રેટરી અમિતાભ ચૌધરીના દબાવમાં કેપ્ટનશીપ છોડવી પડી.

dhoni

ટાઇમ્સ ઓફ ઇંડિયાના અહેવાલ મુજબ વર્માએ આરોપ લગાવ્યો કે ચૌધરીએ 4 જાન્યુઆરીની સાંજે બીસીસીઆઇના ચીફ સેક્રેટરી એમએસકે પ્રસાદને ફોન કર્યો હતો. એ જ સાંજે નાગપુરમાં રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં ગુજરાત સામે ઝારખંડની હાર બાદ ચૌધરીએ પ્રસાદને ધોનીને ફ્યુચર પ્લાન વિશે પૂછવા કહ્યુ હતુ. ઝારખંડના મેંટરના જણાવ્યા મુજબ ધોની રણજી ટ્રોફીની રમતમાં સાઇડલાઇનમાં હતો.

વર્માએ આધારભૂત સૂત્રોને ટાંકીને ટાઇમ્સ ઓફ ઇંડિયાને જણાવ્યુ કે, 'ચૌધરી એ વાતથી નાખુશ હતા કે ધોનીની મેંટરશીપ હેઠળ સારી પોઝિશનમાં હોવા છતા ઝારખંડ ગુજરાતથી હારી ગયુ. વર્માને વધુ એવુ કહેતા ટાંકવામાં આવ્યા કે, 'ચૌધરીએ ત્યારબાદ એમએસકે પ્રસાદને ફોન કર્યો અને ધોનીને તેના ભવિષ્યના પ્લાન વિશે પૂછવાની સૂચના આપી. ધોનીને આ આખા એપિસોડથી ખૂબ જ દુખ થયુ અને તેણે તરત જ રાજીનામુ આપી દીધુ. વર્માના જણાવ્યા મુજબ ધોની અને ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેંટ ચૌધરી વચ્ચે ઘણા મતમતાંતરો હતા.

ઉલ્લેખનીય છે કે 35 વર્ષના વિકેટકીપર અને બેટ્સમેને 4 જાન્યુઆરીએ કેપ્ટનપદેથી રાજીનામુ આપી દીધુ હતુ. ધોનીના આ અચાનક લીધેલા નિર્ણયથી તેના કરોડો ફેન નિરાશ થયા હતા. ટેસ્ટ, ઓડીઆઇ અને ટી-20 ત્રણે ફોર્મેટમાં ધોની ભારતનો અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે. તેણે 60 ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી જેમાંથી 27 મેચને સફળતા મળી હતી. ઓડીઆઇમાં તેણે 199 માંથી 110 માં જીત અપાવી અને 74 માં હારનો સામનો કર્યો ( 4 ટાય, 11 પરિણામ નહિ). 72 ટી-20 માં કેપ્ટન તરીકે 42 મેચ જીતી અને 28 માં હાર મળી (2 પરિણામ નહિ).

English summary
MS Dhoni was forced by BCCI joint secretary to quit captaincy, alleges BCA secretary
Please Wait while comments are loading...