ઇંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં છેલ્લીવાર સુકાની પદ સંભાળશે M.S.Dhoni

Written By:
Subscribe to Oneindia News

બુધવારે વન-ડે અને ટી-20ની કપ્તાની છોડવાની ઘોષણા કર્યા બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધની આગામી સિરિઝ માટે વિરાટ કોહલીને કપ્તાન જાહેર કરવામાં આવ્યો છે. ધોનીના કપ્તાની પદ છોડવાના નિર્ણયથી સ્તબ્ધ પ્રશંસકો માટે એક સારી ખબર છે. શક્ય છે કે ધોનીના પ્રશંસકોને ઇંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં છેલ્લી વાર ધોનીની કપ્તાની જોવા મળશે. ધોની ઇંગ્લેન્ડની ટીમ વિરુદ્ધ કપ્તાની કરશે, પરંતુ આ ટીમ ઇન્ડિયા 'એ' ની હશે અને આ એક વોર્મઅપ મેચ હશે.

m s dhoni

ધોની ભલે વોર્મએપ મેચમાં કપ્તાની કરવાના હોય, પરંતુ તેના પ્રશંસકો આ મેચને લઇને ખૂબ ઉત્સાહિત છે; કારણ કે કોઇ આંતરરાષ્ટ્રીય ટીમ વિરુદ્ધ આ ધોનીની છેલ્લી કપ્તાની હોય એવી પૂરી શક્યતા છે. ઇંગ્લેન્ડની ટીમ મુખ્ય મેચ પહેલાં બે ઇન્ડિયા 'એ' સાથે 2 વોર્મઅપ મેચ રમશે. ધોની મુંબઇમાં 10 જાન્યૂઆરીના રોજ યોજાનારી ઇંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં સુકાની પદ સંભાળશે. 12 જાન્યૂઆરીએ યોજાનાર બીજી વોર્મ અપ મેચમાં અંજિક્ય રહાણે કપ્તાની કરશે.

નોંધનીય છે કે, 199 વન ડે અને 72 ટી-20 મેચોમાં ભારતની કપ્તાની કરનાર મહેન્દ્ર સિંહ ધોનીએ 4 જાન્યૂઆરીની સાંજે કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી. ભારતના સૌથી સફળ કેપ્ટનમાંના એક છે મહેન્દ્ર સિંહ ધોની! તેમણે ટી-20 વર્લ્ડકપ, એકદિવસીય વર્લ્ડકપ, ચેમ્પિયન્સ ટ્રૉફી જેવા મોટા ઇનામો પાતાને નામે કર્યાં છે. કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીનું કરિયર શાનદાર રહ્યું છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ રમાયેલી 199 વન ડે મેચોમાંથી 110 મેચ ભારત જીત્યું છે. એ જ પ્રમાણે ધોનીની કેપ્ટનશિપ હેઠળ રમાયેલી 72 ટી-20 મેચોમાંથી 41 મેચોમાં ભારત વિજેતા રહ્યું છે.

અહીં વાંચો - ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની નજરે ધોનીની કેપ્ટનશીપ શું છે?

હવેથી ધોની માત્ર એક ખેલાડી તરીકે ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું યોગદાન આપશે. ધોની ભારતની વન ડે અને ટી-20 મેચના કપ્તાન હતા, તેમણે 30 ડિસેમ્બર, 2014ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધી હતી. હવે આ ત્રણેય મેચ ફોર્મેટના ભારતના કપ્તાન વિરાટ કોહલી છે.

English summary
MS Dhoni will lead team India against England in a warm up match.
Please Wait while comments are loading...