RCB vs MI: જીત સાથે પ્લેઓફમાં જગ્યા બનાવનાર પહેલી ટીમ બની મુંબઇ, સુર્યકુમાર યાદવની ફીફ્ટી
આજે આઇપીએલ 2020ની 48મી મેચ રોયલ ચેલેંજર્સ બેંગલોર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટીંગ કરતા રોયલ ચેલેંજર્સ બેંગલોરે 164 રન બનાવ્યા હતા. મુંબઇએ આ લક્ષ્યનો પિછો કરતા 19.1 ઓવરમાં જ 5 વિકેટ ગુ
આજે આઇપીએલ 2020ની 48મી મેચ રોયલ ચેલેંજર્સ બેંગલોર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટીંગ કરતા રોયલ ચેલેંજર્સ બેંગલોરે 164 રન બનાવ્યા હતા. મુંબઇએ આ લક્ષ્યનો પિછો કરતા 19.1 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવી 166 રન બનાવી પોતાની જીત નિશ્ચિત કરી લીધી હતી.

જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગ પછી ટુર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવની દસમી ફીફ્ટીએ ચાલુ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને લગભગ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી દીધું હતું. તે હવે 12 મેચમાંથી 8 જીત અને 16 પોઇન્ટ સાથે કોષ્ટકમાં ટોચ પર છે. હાર છતાં આરસીબી ટૂર્નામેન્ટની મજબૂત દાવેદાર છે.
આ પણ વાંચો: IPL 2020: RCB અને MIનો મુકાબલો, સંભાવિત પ્લેઈંગ ઈલેવન અને હેડ ટૂ હેડ રેકોર્ડ












Click it and Unblock the Notifications
