Hardik Pandya Divorce: હાર્દિક પંડ્યા સાથે છુટાછેડાની જાહેરાત બાદ નતાશા સ્તાંકોવિકે શેર કર્યો વીડિયો

Hardik Pandya Divorce: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની મોડલ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડાના સમાચાર આપીને ચાહકોના દિલ તોડી નાખ્યા છે. આ પછી સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

છૂટાછેડાની જાહેરાત બાદ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો અને એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પુત્ર અગસ્ત્ય પંડ્યા સાથે સમય પસાર કરતી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં નતાશા તેના હોમટાઉન સર્બિયામાં છે. જ્યાં તે સોશિયલ મીડિયા પર ઝલક બતાવતી જોવા મળે છે.

નતાશાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો પુત્ર અગસ્ત્ય પંડ્યા બોલ સાથે રમતા જોવા મળી રહ્યો છે. જ્યારે બીજા ફોટોમાં તે પોતાના હાથમાં 11 કિલોનું તરબૂચ પકડેલી જોવા મળી રહી છે. જોકે, ઈન્સ્ટાગ્રામની બંને સ્ટોરીમાં તેનો ચહેરો દેખાતો નથી.

Hardik Pandya Divorce

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા અને નતાશાએ કોમેન્ટ સેક્શનને બંધ કરીને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે રહેવાનો ખૂબ પ્રયાસ કર્યો અને અમારું બધું આપ્યું, પરંતુ અમને લાગે છે કે અમારું અલગ થવું યોગ્ય નિર્ણય છે. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. અમે સાથે સારો સમય પસાર કર્યો છે. અમે એકબીજાને માન આપીએ છીએ અને એક પરિવાર તરીકે સાથે રહીએ છીએ. આપણા જીવનમાં અગસ્ત્ય છે, જે આપણા જીવનનું કેન્દ્ર રહેશે. અમે તેની ખુશી માટે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આ સમય દરમિયાન તમારો સાથ ઈચ્છીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તમે આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં અમારી ગોપનીયતાનું સન્માન કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 માં કપલે કોરોના સમયગાળા દરમિયાન લગ્ન કર્યા હતા. જ્યારે આ પછી તેણે 2023માં ઉદયપુરમાં ભવ્ય લગ્નનું પણ આયોજન કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X