NZ vs SA : ચેમ્પિયન ટ્રોફી ફાઈનલમાં ભારત સામે ન્યૂઝિલેન્ડ ટકરાશે, દક્ષિણ આફ્રિકાને 50 રને હરાવ્યુ
NZ vs SA : ચેમ્પિયન ટ્રોફીના સેમિફાઈનલમનો બીજો મુકાબલો સાઉથ આફ્રિકા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાયો. હાઈ સ્કોરર મુકાબલામાં ન્યૂઝિલેન્ડે ન્યૂઝિલેન્ડને હરાવીને ફાઈનલનો રસ્તો સાફ કર્યો છે.
લાહોરના ગદ્દાફી સ્ટેડિયનમાં રમાયેલા આ મુકાબલામાં ન્યૂઝિલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 362 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરીને મુકાબલાને પહેલા જ પોતાની તરફેણમાં કરી લીધો હતો.

ન્યૂઝિલેન્ડ માટે રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસને શાનદાર બેટિંગ કરી અને બન્નેએ સદી ફટકારીને ટીમ માટે મોટા સ્કોરનો રસ્તો સાફ કર્યો. આ મુકાબલામાં રચિન રવિન્દ્રએ 108 અને વિલિયમસને 102 રનની શાનદાર ઈનિંગ રમી. આ સિવાય ગ્લેન ફિલિપે પણ 49 રનની મહત્વની ઈનિંગ રમી.
બીજી ઈનિંગમાં શરૂઆતમાં જ સાઉથ આફ્રિકાએ એક વિકેટ ગુમાવી દીધી. જો કે બીજી વિકેટ માટે 105 રનની પાર્ટનરશિપ થઈ ત્યાં સુધી લાગતું હતું કે ટીમ સારી સ્થિતીમાં છે અને મુકાબલો જીતી શકે છે. જો કે આ પછી ટીમ વિકેટ ગુમાવતી ગઈ.
સાઉથ આફ્રિકા માટે અંતિમ ઓવરોમાં ડેવિડ મિલરે શાનદાર સદી ફટકારી પરંતુ તે પુરતી નહોંતી અને ટીમ 50 રને મુકાબલો હારી ગઈ. હવે ભારત સામે 9 માર્ગે દુબઈમાં ન્યૂઝિલેન્ડ ફાઈનલમાં ટકરાશે.












Click it and Unblock the Notifications
